Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

પ્રાર્થનામાં મોડો પહોંચવામાં મોડુ થયા બાદ મેમો આપવા પ્રશ્ને નર્સિંગના છાત્રને અપમાનીત કરી માર માર્યો

પરાપીપળીયા નજીક બનાવઃ છાત્ર સુનીલ પરમારે બીજો મેમો લખીને આપવા બાબતે ઇન્‍સ્‍ટીટયુટના ટયુટર જય જોષી, મનન જોષી, લકકી તથા અજાણ્‍યા શખ્‍સ સામે એટ્રોસીંટીનો ગુનો નોંધાયોઃ વીડીયો વાયરલ

રાજકોટ તા.રર : જામનગર રોડ પર પરાપીપળીયા ગામ પાસે સોઢા ઇન્‍સ્‍ટીટયુ ઓફ નર્સિગમાં નર્સિગનો અભ્‍યાસ કરતા જસદણના શીવરાજપુરના છાત્રને પ્રાર્થનાસભામાં મોડો પહોંચવા બદલ બીજો મેમો લખીને આપવા બાબતે ઇન્‍સ્‍ટીટયુટના ચાર એમ્‍સ હોસ્‍પીટલ રોડ પુલ પાસે છાત્રને અપમાનીત કરી માર મારતા ફરિયાદ થઇ છે.

 

મળતી વિગત મુજબ જસદણના શીવરાજપુર ગામ હાલ જામનગર રોડ પરાપીપળીયા ગામ પાસે સોઢા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ નર્સિગની હોસ્‍ટેલમાં રહેતો સુનીલ જેન્‍તીભાઇ પરમાર ઉ.વ.ર૦ એ ગાંધીગ્રામમાં પોલીસ મથકમાં ઇન્‍સ્‍ટીટયુટના કોમ્‍યુનીટી હેલ્‍થ નર્સિગના ટયુટર જય જોષી, મનન જોષી, લકકી અને એક અજાણયા શખ્‍સ સામે ફરિયાદ નોંધાવી છે. સુનિલે ફરિયાદમાં જણાવાયું છે કે પોતે છેલ્લા ત્રણ મહિનાથી અભ્‍યાસ કરવા માટે આવ્‍યો છે. જે તેની જ હોસ્‍ટેલમાં રહે છે. પોતે જી.એન.એમનાકોર્ષમાં પ્રથમ વર્ષમાં અભયાસ કરે છે. તા.ર૦ના રોજ પોતે પોતાના કલાસમાં હતો. ત્‍યારે પોતાના કોમ્‍યુનીટી હેલ્‍થ નર્સિગના જય જોષી પોતાની પાસે આવેલ અને કહેલ કે ‘સવારે તમે પ્રાર્થનામાં મોડો પહોંચેલ તે બાબતે હોસ્‍ટેલ તથા અભ્‍યાસના નિયમ મુજબ એપોલોજી મેમો લખીને આપવાનો હોય જે પોતાને આપવાનો હતો અને તે ત્રણ મેમા થાય  તો ત્‍યાંથી જતુ રહેવુ પડે અને પોતાના આ મેમો બીજો  જેથી પોતે તેને કહેલ કે લખીને આપુ છુ જેથી તેણે પોતાને ગાળ આપીને કહેલ કે જીજ્ઞા મેડમ પાસે ચાલ કહી ત્‍યાં પોતાને લઇ ગયા બાદ જીજ્ઞા મેડમની હાજરીમાં જય જોષીએ પોતાના પિતાને ફોન ઉપર મેમા બાબતે વાત કરી. પિતાએ કહેલ કે ‘હું કાલે આવું છુ'. તેમ વાત કરી પોતે તથા જય જોષી મેડમની ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા. બાદ પોતાને આ જય જોષીએ પોતાને સ્‍ટાફરૂમમાં બોલાવતાં ત્‍યાં તેની સાથે બીજા મનન જોષી પણ હાજર હોઇ અને બંને પોતાને કહેવા લાગ્‍યા છે. સાંજે  છુટ અને બહાર મળ તને બહુ હવા છે ને તેમ કહેતા પોતે ત્‍યાંથી પરત પોતાના કલાસમાં આવી ગયો હતો. બાદમાં સાંજે પોતે અને મિત્ર અમીત સોલંકી બંને કોલેજ બહાર નીકળ્‍યા ત્‍યાં જય જોષી, મનન જોષી અને  બે સીનીયર લકકી તથા એક અજાણ્‍યો ચારેય જણા પોતે પોતાનું બાઇક  લઇને ઉભા હતા અને જયે પોતાને તથા મિત્ર અમીતને બોલાવી વાત કરી સાથે આવવાનું કહેતા પોતે અને મિત્ર બંને આ લોકો સાથે બાઇકમાં બેસાડી એમ્‍સ હોસ્‍પિટલ રોડ ઉપર પુલ પાસે લઇ ગયા હતા અને તયાં વાત કરતા હતા. આ જય જોષી એ કહેલ કે ‘તું શું હવા કરતો હતો હવે બોલ' તેમ કહી જય, મનન, લકકી સહિત ચારેયે ભેગા મળી પોતાને ઢીકાપાટુનો માર  મારવા લાગ્‍યા હતા અને જય જોષીએ તેના બેગમાંથી છરી કાઢી પોતાને બતાવી પોતાને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ‘તું આવી હવા કરે છે તેથી બોલુ છુ' તેમ કહી અપમાનીત કર્યો હતો. બાદ ચારેય જતા રહયા હતા. બાદ પોતે તથા મિત્ર અમીત હોસ્‍ટેલ આવી ગયા હતા. બાદ અમીત પોતાને બસ સ્‍ટેન્‍ડે મુકી ગયા બાદ પોતે પોતાના ગામ શિવરાજપુર જતો રહયો હતો. અને રાત્રે કોઇને વાત કરી ન હતી. બાદ સવારે ઉઠીને પોતે પોતાના પિતાને વાત કરતા  પિતા તથા કુટુંબી ભાઇ ત્રણેય રાજકોટ આવ્‍યા બાદ પોતાને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. બાદ પોતે ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરતા પીએસઆઇ વી.એચ.પરમારે ચારેય શખ્‍સો સામે એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો દાખલ કરી એસીપી ભાર્ગવ પંડયાએ તપાસ હાથ ધરી છે

 

(4:52 pm IST)