Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

લોઠડા નજીક પ્‍લાસ્‍ટીકના કારખાનામાં જુગાર રમતા ૧ર શખ્‍સો ઝડપાયા

રાજકોટ, તા., રર : મોડી રાત્રે આજી ડેમ પોલીસ સ્‍ટેશનના લોઠડા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ સામે આવેલા ગણેશ પ્‍લાસ્‍ટીક નામના કારખાનામાં જુગારની મંડળી જામી હોવાની બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડામાં ૧ર શખ્‍સો ઝડપાઇ ગયા હતા. શૈલેષ બાબુ રાઠોડ નામના કારખાનાના માલીકે જુગારીઓને ભેગા કર્યા હતા. ઘટના સ્‍થળેથી ૧૭,ર૦૦ રૂપીયા રોકડા કબજે કરવામાં આવ્‍યા હતા.

પોલીસમેન ધર્મેન્‍દ્રકુમાર કુંચાલાને મળેલી બાતમીના આધારે એએસઆઇ યશવંતભાઇ ભગત, પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ   રાજેશભાઇ જળુ, પોલીસ કોન્‍સ્‍ટેબલ વિરેન્‍દ્રસિંહ જાડેજાએ બાતમીમાં દર્શાવ્‍યા સ્‍થળે દરોડો પાડી શૈલેષ બાબુભાઇ રાઠોડ રહે. ગણેશ પ્‍લાસ્‍ટીક, લોઠડા, રમેશ ઉર્ફે કાળુ ગોરધનભાઇ ચૌહાણ, રહે. ધોરાજી,  મુરલીધર કારખાનામાં, સુરેશ હરેશભાઇ  રહે.ઉપલેટા ટોલ નાકા પાસે, હિતેશ હરેશભાઇ ચૌહાણ, રહે. ઉપલેટા ટોલ નાકા પાસે, ચંદ્રેશભાઇના કારખાનામાં, પીન્‍ટુ ધીરૂભાઇ ચૌહાણ રહે. વૈશાલીનગર, શેરી નં. ૪ રૈયા રોડ રાજકોટ, પરબત જેઠાભાઇ જોડ, રહે. વૈશાલીનગરની બાજુમાં હાઉસીંગ બોર્ડ ની ઓફીસમાં, મૂળ રહેવાસી વાછોડા ગામ, તા. બગવદર, જી. પોરબંદર, અનિલ તુલસીભાઇ વાળા રહે. જીજાબાઇ ટાઉનશીપ, રૈયા રોડ, મહેશ હમીરભાઇ ચૌહાણ, રહે.  શ્‍યામ પેકવેલ, મહેશભાઇના કારખાનામાં, તા. ધોરાજી, કૌશીકભાઇ બાબુભાઇ પરમાર રહે. રાજનગર ચોક, લક્ષ્મીનગર શેરી નં. ૮, વિશાલભાઇ અંબાલાલ ઘટ્ટાર રહે. નિર્મલા ફાયર સ્‍ટેશન કવાર્ટર પાંચમા માળે, રૂમ નં. પ૦પ, કોટેચા ચોક રાજકોટ, ભીખુભાઇ મનસુખભાઇ રાઠોડ રહે. વેરાવળ ભીડીયા વિસ્‍તાર, દિપ એપાર્ટમેન્‍ટ, બ્‍લોક નં. ૧૭, ચુનીભાઇ ખારવાના મકાનમાં, તા. વેરાવળ, અને સુનીલ અંબાલાલ ઘટ્ટાર રહે. સુર્યકાન્‍ત હોટેલ પાસે, વિજય પ્‍લોટ, શેરી નં. ર,  સહીત ૧રને જુગાર રમતા ઝડપી લીધા હતા. વધુ તપાસ પીએસઆઇ અમરદીપસિંહ પરમારે હાથ ધરી છે.

 

(5:22 pm IST)