Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

મધરાત્રે ફલેટમાં ઘુસી છાત્રાને નિર્વસ્‍ત્ર કરી છેડછાડ કરનારા પીજીવીસીએલના કર્મચારીની ધરપકડ

યુનિવર્સિટી રોડ વિસ્‍તારમાં બનાવઃ કોડીનારના સાંઢણીધારના પ્રદ્યુમનસિંહ ચાવડા મંગેતરની બાજુમાં પેઇંગગેસ્‍ટ તરીકે રહેતી છાત્રા પર નજર બગાડીઃ ગાંધીગ્રામ પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી

રાજકોટ તા.રર યુનિવર્સિટી રોડ વિસ્‍તારના એક કોમ્‍પ્‍લેકસમાં આવેલા ફલેટમાં પેઇગગેસ્‍ટ તરીકે રહેતી ધોરણ ૧રની છાત્રાના ફલેટમાં ઘુસી જઇ તેને નિર્વષા કરી છેડછાડ કરનારા પીજીવીસીએલના કર્મચારીની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ જેતપુર પંથકની ૧૭ વર્ષની સગીરા રાજકોટમાં ધોરણ ૧રમાં અભ્‍યાસ કરે છે. અભ્‍યાસ કરવા માટે એકાદ માસ પહેલા જ રાજકોટ ઇન્‍દીરા સર્કલ પાસે આવેલા એક કોમ્‍પ્‍લેકસમાં આવેલા ફલેટમાં પેઇગ ગેસ્‍ટ તરીકે રહેતી હતી. આ ફલેટ તેના સંબંધીનો જ છે. જે બાજુમાં જ રહે છે. સગીરા એકલી ફલેટમાં રહેતી હતી. જે તે કોમ્‍પ્‍લેકસમાં રહે છે ત્‍યાં જ  રહેતીયુવતી સાથે કોડીનારના સાંઢણીધાર ગામના પ્રદ્યુમનસિંહ અભેસિંહ ચાવડાની છ માસ પહેલા સગાઇ થઇ હતી. જેથી આરોપી તેની મંગેતરને મળવા માટે અવાર નવાર આ કોમ્‍પ્‍લેકસમાં આવતો હતો. જેને કારણે સગીરા સાથે પરિચય થયો હતો. પરમ દિવસેં રાત્રે આરોપી કોલ કરી તેના ફલેટમાં મળવા આવી રહયાનું  કહયુ હતુ. સગીરાએ તેને ના પાડી હતી. છતાં મોડી રાત્રે બે વાગ્‍યા આસપાસના આરોપી તેના ફલેટમાં ધસી આવ્‍યો હતો. બાદ તેણે રૂમ બંધ કરી સગીરાને નિર્વષા કરી તેની છેડતી કરી તેની છેડતી કરી હતી. જેથી સગીરાએ બુમાબુમ કરવાની ચેતવણી આપતા આરોપી પ્રદ્યુમનસિંહ ચાવડા  જતો રહયો હતો. બાદ સગીરાએ તેના સબંધીઓને વાત કર્યા બાદ સગીરાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. બી.ટી.અકબરીના માર્ગશર્દન હેઠળ પીએસઆઇ એસ.બી.જાડેજા સહિતે સાંઢણીધારના પ્રદ્યુમનસિંહ અભેસિંહ ચાવડાની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્‍યા મુજબ આરોપી પ્રદ્યુમનને  દોઢેક મહિના પહેલા પીજીવીસીએલમાં નોકરી મળતા તે પડધરી ખાતે નોકરી કરતો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:14 pm IST)