Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

રિધ્‍ધિ સિધ્‍ધિ પાર્કમાં નિવૃત્ત બેંકકર્મચારીનું હૃાર્ટએટેકથી મોત

રાજકોટ તા. ર૩ :.. રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક વૃધ્‍ધનું મૃત્‍યુ નિપજયુ હતું.

મળતી વિગત મુજબ રૈયાચોકડી રિદ્ધિ સિદ્ધિ પાર્ક બ્‍લોક નં- ૨૧માં રહેતાં રાજેશભાઈ રમેશચંદ્ર ઠાકર (ઉ.વ.૬૨) ઘરે બેભાન થઈ જતાં તાકીદે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામા આવ્‍યા હતા. જ્‍યાં ફરજ પરના તબીબે મળત જાહેર કર્યા હતા. મળતક બેન્‍કમાં નોકરી કરતા હતા. તેમજ હાલ નિવળત જીવન જીવતા હતા. તેઓને  એક દીકરો હોવાનુ પરીવારજનોએ જણાવ્‍યું હતું. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી અને જરૂરી નોંધ કરી હતી.

(5:07 pm IST)