Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

‘પગભર'ની ટીમ દ્વારા મહિલાઓ માટે જાગૃતતા કાર્યક્રમ

  રાજકોટ : અર્જુન હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ તથા પર્ફોમિંગ આર્ટસ ખાતે પગભરની ટીમ દ્વારા મહિલાઓને દર માસે અનુભવાતી માસિકને લગત જાગૃતા કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમ મુખ્‍ય ઉદેશ પ્‍લાસ્‍ટિક ફ્રી પેડ્‍સ અને મહિલાઓનું સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહે અને સમાજમાં રહેલ પીરીયડસને લગત ગેરમાન્‍યતાઓ દુર થાય અને સમાજની તરૂણીસ્ત્રીઓ અને ભવિષ્‍યનું ભારત આરોગ્‍યપ્રદ અને આર્થિક રીતે શસક્‍ત બને એવો હોવાનું યાદીમાં જણાવાયું છે. માસિકસ્ત્રાવ દરમ્‍યાન મુડ્‍સ સ્‍વીન્‍ગ્‍સ,સ્ત્રીઓની બાયોલોજીકલ પ્રોસેસ, પેઈન લેસ પીરીયડ અને તેને લગત વિવિધ સમસ્‍યા અને સમાધાન વિષે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. અંતમાં આ જાગૃતા કાર્યક્રમ માં અર્જુન હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ તથા પર્ફોમિંગ આર્ટસ  આચાર્ય ડો.ભારતીબેન રાઠોડ, પ્રોફેસરબેન જુલી અનડકટ અને ડો.ક્રાંતિ ઠેસિયાનો ટીમ પગભરને ભરપુર સાથ અને સહકાર સાંપડ્‍યો હતો. આવા પ્રકારના સેમીનાર કોલેજ હોસ્‍ટેલ અને વિવિધ સંસ્‍થામાં કરાવવામાં માટે મો. ૯૯૦૯૪૮૭૩૮૭ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:12 pm IST)