Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

વોર્ડ નં.૭માં પ૩ લાખના ખર્ચે ડામર

રી-કાર્પેટ કામનું સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ અને મેયર નયનાબેન પેઢડીયાના હસ્‍તે ખાતમુર્હૂત :લીલુબેન જાદવ, મનીષ રાડીયા, દેવાંગ માંકડ, વર્ષાબેન પાંધી, જયાબેન ચાવડા, કૌશિક ચાવડા સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૭માં આવેલ સરદારનગર વેસ્‍ટ શેરી નં.૧, ૨, ૪, ૫ તથા રજપૂતપરા શેરી નં.૬, ૭, ૮માં રૂ.૫૩ લાખના ખર્ચે ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત સાંસદ રામભાઈ મોકરીયા અને મેયર નયનાબેન પેઢડીયાના હસ્‍તે કરવામાં આવ્‍યું.  આ કામ થવાથી વિસ્‍તારવાસીઓની સુવિધામાં વધારો થશે અને હાલાકીમાંથી મુક્‍તિ મળશે.  આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ડૉ.દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા વોર્ડ નં.૭ના પ્રમુખ કૌશિકભાઈ ચાવડા, મહામંત્રી વિશાલભાઈ માંડલીયા, દીપકભાઈ પારેખ, શિક્ષણ સમિતિ સભ્‍ય અજયભાઈ પરમાર, શહેર ભાજપ યુવા મંત્રી સહદેવભાઈ ડોડીયા, શહેર બક્ષીપંચ ઉપપ્રમુખ કિરીટભાઈ ગોહેલ, અગ્રણી નીતિનભાઈ જરીયા, પ્રવિણભાઈ ચાવડા, કિશનભાઈ પાંધી, મયુરભાઈ હેરમા, અનિરૂધભાઈ વાળા, મોહિલભાઈ ભીમજીયાણી, ડેનિયલભાઈ જોબનપુત્રા, જયપાલભાઈ રાઠોડ, કમલેશભાઈ હિંડોચા, ગોપાલભાઈ બોરાણા, કેતનભાઈ જરીયા, કિરીટભાઈ સતાણી, રમણીકભાઈ રાઠોડ, મહેશભાઈ જોશી, જીતુભાઈ મહેતા, ગીરીશભાઈ હંસ, રાજુભાઈ ચા વાળા, મીતેસભાઈ મહેતા, જગદીશભાઈ કોટક, પ્રકાશભાઈ શાહ, અશોકભાઈ પલાણ, જયરાજભાઈ પુનાતર, રાહુલભાઈ વાળા, અમિતભાઈ કાટકોરીયા તેમજ બહોળી સંખ્‍યામાં વિસ્‍તારવાસીઓ ઉપસ્‍થિત  રહ્યા હતા.

(5:01 pm IST)