Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

રેલ્‍વે સુવિધાઓ ઇચ્‍છતા સૌરાષ્‍ટ્રવાસીઓ

તંત્રીશ્રી,

આપને નમ્ર વિનંતી કે આપણા લોકલાડીલા  વડાપ્રધાન શ્રી મોદી સાહેબ બે દિવસની સૌરાષ્‍ટ્રની મુલાકાતે આવી રહયા છે. તે દરમ્‍યાન તેઓ ઘણી બધી લોકજન્‍ય સુવિધાઓનું લોકાર્પણ કરવાના છે. તેમાંની એક રાજકોટ સુધીની રેલ્‍વેની ડબલ લાઇન સાથેની વિદ્યુતીકરણ યોજનાની પણ ઉદઘાટન કરવાના છે. અત્‍યાર સુધી રેલ્‍વે તંત્ર તરફથી રેલ્‍વે લાઇન વધુ લોડ ઉપાડી શકે તેમ ન હોવાથી નવી ટ્રેન કે ચાલુ ગાડીની ‘ફ્રિકવન્‍સી'  વધારાતી ન હતી. પરંતુ હવે જયારે રાજકોટ સુધી ડબલ ટ્રેકની સુવિધા વિદ્યુતીકરણ થઇ જવાથી ગાડીઓને આવાગમનની જે તકલીફ હતી તે દુર થઇ ગઇ હોવાથી સૌરાષ્‍ટ્રવાસીઓની જે જુની માંગણીઓ છે તેનો હવે રેલ્‍વે તંત્ર ઝડપથી વધારો કરે તેવી લાગણી અને માંગણી છે. જેમાંની (૧) ટ્રેન નં. ૧૯પ૬પ ઉતરાંચલ એક્ષપ્રેસ જે છેલ્લા રપ વર્ષથી અઠવાડીક ટ્રેન જ ચાલે છે અને હરીદ્વાર જવા માટે આ એક માત્ર ટ્રેન સૌરાષ્‍ટ્રવાસીઓ માટે છે જેને હવે દૈનીક ધોરણે કરવાની તાતી જરૂર છે. જેથી સૌરાષ્‍ટ્રની પ્રજાને પોતાના પિતૃ તર્પણ માટેની સુવિધા મળી રહે અને માના ગંગા કિનારે ફુલ પધરાવી શકાય અને સૌરાષ્‍ટ્રવાસીઓ ધન્‍યતા અનુભવે.

(ર) ટ્રેન નં. ૨૦૯૧૩ રાજકોટ-દિલ્‍હી અઠવાડીક ટ્રેન કે જે પણ ર દાયકા પહેલા આપવામાં આવેલ તેને પણ હવે અઠવાડીયામાં એટલીસ્‍ટ ૩ દિવસ કરવામાં આવે અને તેને કાઠગોદામ સુધી લંબાવવામાં આવે તો સૌરાષ્‍ટ્રવાસીને નૈનીતાલ અને ઉત્તરાખંડના બીજા ઘણા ‘ટુરીસ્‍ટ' સ્‍થળોની મુલાકાત આસાન થઇ શકે.

અત્‍યારે હાલમાં સાબરમતી રેલ્‍વે સ્‍ટેશન લગભગ સંપુર્ણપણે રીડેવલપ થઇ ગયું છે અને ઘણી ટ્રેનોને અમદાવાદ/કાળુપુરના બદલે સાબરમતીથી તે ટ્રેનોને ઉપાડવામાં અને ટર્મીનેટ કરવામાં આવી રહી છે. તો આ ટ્રેનોને સૌરાષ્‍ટ્રવાસીઓના કનેકશન લેવા માટે અમદાવાદ/કાળુપુર જઇને પાછા સાબરમતી રેલ્‍વે સ્‍ટેશને આવવુ પડે છે.

તો સૌરાષ્‍ટ્રથી આવતી જતી તમામ ટ્રેનોને સાબરમતી ખાતે સ્‍ટોપ આપવામાં આવે તો સૌરાષ્‍ટ્રવાસીઓને સાબરમતીથી ઉપડતી તમામ ટ્રેનોનું કનેકશન સુવિધા ભર્યુ મળી રહેશે. આ ખાસ કરવાની યુધ્‍ધકીય ધોરણે જરૂર છે.

જો એક નવી ટ્રેન સોમનાથથી અયોધ્‍યા સુધી અઠવાડીયામાં ચાર દિવસ જો આપવામાં આવે તો સૌરાષ્‍ટ્રવાસીઓને રામલ્લાના દર્શનની અભિલાષા પુરી થાય.

આપના સાથ સહકાર બદલ આભાર સાથે ઉપરોકત લાગણીઓ આપના અખબારમાં પ્રસારીત કરીને સૌરાષ્‍ટ્રવાસીઓની લાગણીને રેૈલ્‍વે તંત્ર સુધી પહોંચાડવા આગ્રહભરી વિનંતી.   (૪.૨૨)

લી.

સૌરાષ્‍ટ્રવાસીઓ 

અનિલકુમાર શુકલ,

જંકશન પ્‍લોટ રાજકોટ. મો. ૯૩ર૮૧ ૩૮૪૪૭

અનિલભાઇ કુંતાર

જંકશન પ્‍લોટ રાજકોટ. મો. ૯૪ર૭પ ૬૩૩૭૦

(4:08 pm IST)