Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

પરાબજાર સહિતના વિસ્‍તારમાં ૨૧ મિલ્‍કતો સીલ : ૧૯ને નોટીસ

મનપાની વેરા શાખા લાલઘુમ : ૧ નળ કનેકશન કપાત : બપોર સુધીમાં ૩૯.૪૦ લાખની વસુલાત : કુલ રૂા. ૩૨૭ કરોડની મિલ્‍કત વેરાની આવક

રાજકોટ તા. ૨૨ : મ્‍યુનિ. કોર્પોરેશનની મુખ્‍ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ને ૪૨૫ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બાકી મિલ્‍કત વેરો વસુલવા સીલીંગ, નોટીસ તથા નળ કનેકશન સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. જે અન્‍વયે પરાબજાર, સંતકબીર રોડ, મોટામવા, ૧૫૦ ફુટ રીંગ રોડ વગેરે વિસ્‍તારમાં ૨૧ મિલ્‍કત સીલ કરવામાં આવી હતી. ૧૯ મિલ્‍કતને જપ્‍તી નોટીસ તથા ૧ નળ કનેકશન કપાત કરવામાં આવ્‍યું છે. બપોર સુધીમાં ૪૦ લાખની વસુલાત થવા પામી છે.

મ્‍યુનિ. કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ની બાકી વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં. ૭માં ધમેન્‍દ્ર રોડ પર આવેલ ૧-યુનિટ, પરાબજારમાં આવેલ સ્‍વામીનરાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફલોર શોપ નં-૩૨૩, પરાબજારમાં આવેલ સ્‍વામીનરાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફલોર શોપ નં-૩૨૪, પરાબજારમાં આવેલ સ્‍વામીનરાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફલોર શોપ નં-૩૨૫, પરાબજારમાં આવેલ સ્‍વામીનરાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફલોર શોપ નં-૩૧૧, પરાબજારમાં આવેલ સ્‍વામીનરાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફલોર શોપ નં-૨૩૨, પરાબજારમાં આવેલ સ્‍વામીનરાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફલોર શોપ નં-૩૩૩, પરાબજારમાં આવેલ સ્‍વામીનરાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફલોર શોપ નં-૩૩૪, પરાબજારમાં આવેલ સ્‍વામીનરાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફલોર શોપ નં-૩૧૨, પરાબજારમાં આવેલ સ્‍વામીનરાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફલોર શોપ નં-૨૧૧, પરાબજારમાં આવેલ સ્‍વામીનરાયણ કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફલોર શોપ નં-૨૧૨ સીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત ઉમાકાન્‍ત ઇન્‍ડ એરીયામાં ૧-યુનિટ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૧-યુનિટ, ગોકુલનગરમાં ૨-યુનિટ, કોઠારીયા બાયપાસ રોડ પર આવેલ ૩-યુનિટ, કોઠારીયા રોડ પર આવેલ. કોઠારીયા રોડ પર આવેલ ૧-યુનિટ સહિત ૧૯ને નોટીસ આપેલ છે.

જ્‍યારે વોર્ડ નં. ૭માં વર્ધમાનનગરમાં ૧ નળ કનેકશન કટ્ટ કરવામાં આવેલ છે.

આ કામગીરી મેનેજરᅠવત્‍સલ પટેલ, નિરજ વ્‍યાસᅠ,સિદ્ધાર્થ પંડયા,ᅠફાલ્‍ગુનીબેન કલ્‍યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટર દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:27 pm IST)