Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

પરસાણાનગરમાં શીલાદેવી ચૌહાણનો ગળાફાંસો ખાઇ આપઘાત

ઘરકંકાસને કારણે પરિણીતાએ પગલુ ભર્યાની પોલીસને શંકા

રાજકોટ તા.રર : કોઠારીયા રોડ આહીર ચોક પાસેથી પરસાણાનગરમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગતો મુજબ આહિર ચોક પાસે પરસાણાનગર શેરી નં.૪માં રહેતી શીલાદેવી મનીન્‍દરસિંગ ચૌહાણ (ઉ.વ.ર૪)એ રાત્રે પોતાના ઘરે લોખંડના એંગલમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘરે આવતા પરિણીતાને લટકતી જોઇ દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ  ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇએમટી  અતુલભાઇએ તપાસ કરતા પરિણીતાનું મૃત્‍યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ભકિતનગર પોલીસ મથકમાં પીએસઆઇ પી.જી.રોકડીયા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક શીલાદેવીના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા તેને સંતાનમાં ત્રણ પુત્રી છે. ઘર કંકાસના કારણે તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્‍યું છે.

 

(4:01 pm IST)