Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

નરેન્‍દ્રભાઇને આવકારવા વિવિધ સંસ્‍થાઓ સાથે બેઠક

રાજકોટઃ અયોધ્‍યામાં શ્રીરામ મંદિરના ભવ્‍ય નિર્માણ બાદ સૌપ્રથમવાર સૌરાષ્‍ટ્રના પાટનગર સમાન રાજકોટ ખાતે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તા. ૨૫ ના આવી રહ્યા છે. ત્‍યારે શહેરીજનોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. તે અંતર્ગત મેયર બંગલા ખાતે વિવિધ સંસ્‍થાઓના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સંસ્‍થાના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા અને આ તકે મુકેશભાઇ દોશી, અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, મહેશ રાઠોડ, કિશોરભાઇ રાઠોડ, રસીકભાઇ બદ્રકીયા, પુજાબેન પટેલ, કંચનબેન સિધ્‍ધપુરા,મહેશ રાઠોડ, વિક્રમભાઇ પુજારા સહિતના વિવિધ સંસ્‍થાના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:54 pm IST)