Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

સ્‍વીમીંગ અને સ્‍ટાર ટેલેન્‍ટની પ્રતિભાઓને મેયર અને મ્‍યુ.કમિશનરે બિરદાવ્‍યા

રાજકોટઃ રાષ્ટ્રીય કક્ષાએ સ્‍વિમિંગ કોમ્‍પિટિશનમાં કુલ સાત મેડલ જીતી રાજકોટનું ગૌરવ વધારનાર સ્‍વિમિંગ ચેમ્‍પિયન હીર પિત્રોડા અને શ્રીનગર ખાતે યોજાનાર ઇન્‍ટરનેશનલ સ્‍ટાર ટેલેન્‍ટ-૨૦૨૪ કાર્યક્રમમાં ભાગ લેવા જનારા રાજકોટના બે કલાકારો વલ્લભભાઈ પરમાર અને ભગવતીબેન બંકિમભાઈ જોશીએ ગઈકાલે મેયર સહિતના પદાધિકારીઓ અને મ્‍યુનિ. કમિશનરની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગેᅠમેયર નયનાબેન પેઢડિયા,ᅠᅠડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા,ᅠસ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરᅠતથાᅠશાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએᅠસ્‍વિમિંગ ચેમ્‍પિયન હીર પિત્રોડાને અભિનંદન પાઠવ્‍યા હતાં અને ભવિષ્‍યમાં સ્‍વિમિંગ ક્ષેત્રે વધુ ને વધુ ઝળહળતી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી. સાથોસાથ શ્રીનગર ખાતે યોજાનાર ઇન્‍ટરનેશનલ સ્‍ટાર ટેલેન્‍ટ-૨૦૨૪ કાર્યક્રમમાં ભાગ લેવા જનારા રાજકોટના બે કલાકારો વલ્લભભાઈ પરમાર અને શ્રીમતી ભગવતીબેન બંકિમભાઈ જોશીને પણ શુભેચ્‍છા પાઠવી હતી.ઉપરાંત કમિશનર આનંદ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી અને કમિશનરએ પણ તેઓને અભિનંદન અને શુભેચ્‍છા પાઠવ્‍યા હતા.

(3:53 pm IST)