Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

ભાજપ સંગઠન મહામંત્રી રત્‍નાકરજી રાજકોટમાં

રાજકોટ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી એઈમ્‍સ અને  બેટ દ્વારકા -ઓખા સિગ્નેચર બ્રિજ, ડબલ ટ્રેક રેલવે  સહિતના હજારો કરોડો રૂપિયાના મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટની ભેટ સૌરાષ્‍ટ્ર ને આપવા આવી રહ્યા હોય ત્‍યારે રાજકોટ  ખાતે યોજાયેલી ભવ્‍ય સભા તથા રોડ શોની તડામાર તૈયારીઓ તથા પૂર્વ આયોજન અંગે અગત્‍ય નું માર્ગદર્શન આપવા આવેલા ભારતીય જનતા પક્ષ ના ઓજસ્‍વી સંગઠન મહામંત્રી રત્‍નાકરજી સાથે હળવી પળોમાં પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા તથા  ભાજપ સૌરાષ્‍ટ્ર ઝોન પ્રવક્‍તા  રાજુભાઈ ધ્રુવ નજરે ચડે છે. બીજી તસ્‍વીર માં સંગઠન મહામંત્રી  રત્‍નાકરજી સાથે શહેર ભાજપ અધ્‍યક્ષ  મુકેશભાઈ દોશી, પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવ, મહામંત્રીઓ  વિરેન્‍દ્રસિંહ ઝાલા,અશ્વિનભાઈ મોલિયા, માધવભાઈ દવે નજરે પડે છે.

(3:51 pm IST)