Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

નરેન્‍દ્રભાઇને આવકારવા વિવિધ સમાજો સાથે બેઠક

શ્રીરામ મંદિરના ભવ્‍ય નિર્માણ બાદ સૌપ્રથમવાર સૌરાષ્‍ટ્રના પાટનગર સમાન રાજકોટ ખાતે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તા. ૨૫ ના આવી રહ્યા છે. ત્‍યારે શહેરીજનોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. તે અંતર્ગત મેયર બંગલા ખાતે સોની સમાજ, જૈન સમાજ, નાગર સમાજ, મોઢવણીક સમાજના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે મુકેશભાઇ દોશી, અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, મહેશ રાઠોડ, અરવિંદભાઇ પાટડીયા, ચંદ્રકાન્‍તભાઇ શેઠ, જીતુભાઇ દેસાઇ, પ્રણંદભાઇ કલ્‍યાણી, પ્રિતીબેન દોશી, રાજુભાઇ ફીચડીયા, વિશાલ માંડલીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:28 pm IST)