Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

હાઇકોર્ટના હુકમનું પાલન નહિ કરતા ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના અધિકારી સામે કાર્યવાહી કરવા હુકમ

જવાબદાર અધિકારી વિરૂધ્‍ધ પગલા ભરી ખુલાસો રિપોર્ટ રજુ કરવા આદેશ

રાજકોટ,તા.૨૨: ગુજરાત હાઈકોર્ટર્નના હુકમનું પાલન ન કરવા બદલ ગાંધીગ્રા્રામ પોલીસ સ્‍ટેશનના તપાસ અધિકારી વિરૂઘ્‍ધ આઈ.પી.સી. કલમ ૧૭૪ હેઠળ કાયદેસેસરની કાર્યવાહી કરવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

સદર બનાવની હકીકત એવી છે રાજકોટ શહેરના ૧પ૦' રીંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોક પાસે આવેલ સેફાયર હાઈટસ બિલ્‍ડીંગના કન્‍સ્‍ટ્રકશન સાઈટ ખાતે એક મજુરનું પડી જવાથી મૃત્‍યુ થયેલ અને જે બનાવ સંદર્ભે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન દ્રારા સદરહુ બનાવ અંગે કોન્‍ટ્રાકટર સુરેશ દેવાભાઈ મકવાણા વિરૂઘ્‍ધ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના પોલીસ અધિકારીએ ઈ.પી.કો. કલમ ૩૦૪, ૧૧૪ મુજબની લેખિત ફરીયાદ કરેલી. જે ફરીયાદના કામે સુરેશ દેવાભાઈ મકવાણાએ રાજકોટ ની સેશન્‍સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલ જે અરજી રાજકોટ સેશન્‍સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી નામંજુર થતા ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી તા. ૧૮/૦૧/ર૦ર૪ ના રોજ કરતા જામીન અરજી ચાલવા પર આવતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા તપાસ અધિકારીને તપાસના કાગળો સાથે તા. ૩૦/૦૧/ર૦ર૪ ના રોજ હાજર રહેવાનો આદેશ કરેલો હતો.

તપાસ કરનાર અધિકારી મુદત તારીખના દિવસે હાજર રહેલ ન હતા કે તેમના તરફે કોઈ તપાસનો રીપોર્ટ રજુ કરેલ ન હતો તેવી જ રીતે ફરીથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા તપાસ અધિકારીને તા. ૧૪/૦ર/ર૦ર૪ ના રોજ હાજર રહેવાનો હુકમ કરેલો હતો. પરંતુ ફરીથી તપાસ કરનાર અધિકારી હાજર રહેલ ન હતા. જેથી ગુજરાત હાઈકોર્ટે તે બાબતની ગંભીર નોંધ લઈને ગુજરાત હાઈકોર્ટની રજીસ્‍ટ્રીને એવો આદેશ કરેલ કે તપાસ કરનાર અધિકારીને આઈ.પી.સી. કલમ ૧૭૪ મુજબ શા માટે તપાસ કરનાર અધિકારી કોર્ટમાં આવેલ નથી તેનો ખુલાસો પુછવા અને સાથે એવો પણ આદેશ કરેલ છે કે રાજકોટના પોલીસ કમિશ્‍નરે આ બાબતે જરૂરી પગલાં લેવા અને તેનો ખુલાસો અત્રેની અદાલતને તા. ર૩/૦ર/ર૦ર૪ સુધીમાં કરવો. આમ પોલીસની ગંભીર બેદરકારી સબબ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્રારા તપાસ કરનાર અધિકારી વિરૂઘ્‍ધ આઈ.પી.સી. કલમ ૧૭૪ મુજબની કાર્યવાહી કરવાનો આદેશ કરેલ છે.

આ કામે આરોપી સુરેશભાઈ દેવાભાઈ મકવાણા વતી ગુજરાત હાઈકોર્ટમાં મેહુલભાઈ એસ. પાડલીયા તથા રાજકોટ ખાતે અશ્‍વિન ડી. પાડલીયા, રાહુલ બી. મકવાણા, રવિરાજ રાઠોડ, ભાર્ગવ બોડા, રોકાયેલા છે.

(2:49 pm IST)