Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

સગીરાને સંબંધ રાખવા છરી વડે ધમકી આપવા અંગે આરોપી જામીન પર

રાજકોટ તા. ૨૨ : યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં રહેતી સગીરાની છેડતી કરી બટકા ભરી, છરીની અણીએ સંબંધ રાખવા ધાક ધમકીની ગુનામાં ઝડપાયેલા આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવ્‍યા છે.

આ અંગેની હકીકત મુજબ, પીડિતાની માતાએ  આરોપી વિશાલ રાજુભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીની સગીર વયની દિકરી ઉંમર ૧૫ વર્ષ અને ૮ માસની છેડતી કરીને શરીરે બટકા ભરી, મુંઢ ઈજા કરી છરી બતાવી સંબંધ રાખવા દબાણ કરી સંબંધ નહિ રાખે તો સાહેદ તથા ફરિયાદીને મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ બાબતે ગાંધીગ્રામ - ૨, (યુનિ.) પોલીસે આરોપીની ધરપકડ કરાઈ હતી. પોલીસે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ જેલ હવાલે કર્યો હતો. દરમિયાન જેલમાંથી જામીન ઉપર છૂટવા આરોપીએ તેમના એડવોકેટ મારફત  અદાલતમાં જામીન અરજી ગુજારતા રાજકોટના સ્‍પે. જજ પોકસો કોર્ટ સમક્ષ આરોપી વતી રોકાયેલ વકીલે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જજમેન્‍ટસ ટાંકી ધારદાર દલીલ કરી હતી. જે હત્‍યાને લઇ સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટે  આરોપીને ચાર્જશીટ મુકાવા સુધી રાજકોટ જિલ્લાની હદમાં નહીં પ્રવેશવાની શરતે રૂા. ૨૦,૦૦૦ ના જાતજામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે આરોપીઓ તરફે  યુવા ધારાશાસ્ત્રી મુનીશ સોનપાલ, કિશન ડી. મીઠાપરા, ધારા વી. સોલંકી તથા દર્શિત કે. વ્‍યાસ રોકાયા હતા

(2:49 pm IST)