Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

તા. ૨૧ ફેબ્રુઆરી સુધીમાં રાજકોટ શહેરમાં ૧૭,૩૦૦ તેમજ જિલ્લામાં ૧૮,૧૩૨ને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાયો: ૩,૦૮૭ લોકોને બીજા ડોઝનું રસીકરણ કરાયું

રાજકોટ :રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં ૧૧ તાલુકાઓના ૧૨ ઘટક હેલ્થ સેન્ટર ખાતે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તેમજ આરોગ્ય કર્મીઓને રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

તા. ૨૧ ફેબ્રુઆરીના સુધીમાં રાજકોટ શહેરમાં ૧૧,૪૧૫ આરોગ્ય કર્મીઓ તેમજ ૫,૮૮૫ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ મળી કુલ ૧૭,3૦૦ તેમજ જિલ્લામાં ૭,૭૬૭ આરોગ્ય કર્મીઓ અને ૧૦,૩૬૫ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ મળીને કુલ ૧૮,૧૩૨ લોકોને વેક્સીન આપવામાં આવી હતી.

 

આ સાથે રાજકોટ શહેરમાં ૨,૧૧૭ લોકોને અને જિલ્લામાં ૯૧૦ લોકોને મળીને કુલ ૩,૦૮૭  લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હોવાનું વિભાગીય નિયામક શ્રી રુપાલીબેન મહેતાએ જણાવ્યું છે.

(8:58 pm IST)