Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ડોન લતીફે જેલમાં બેઠા બેઠા અપક્ષ તરીકે પાંચ પાંચ વોર્ડમાં જંગી બહુમતિથી જીત મેળવેલ

ચૂંટણીઓના ગરમાગરમ માહોલ અને પરિણામો અંગેની ઉત્કંઠા સમયે દેશભરમાં ચર્ચિત પરિણામની યાદો તાજી થઇ : અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આવા પરિણામોથી રાજકીય પક્ષોમાં ખળભળાટ મચ્યો હતો : લતીફના વિસ્તારના લોકો તેને ડોન નહિ પરંતુ તેને ગરીબોના મશિહા ગણતા હતા

રાજકોટ,તા. ૨૨: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૈકી રાજયની મહા નગરપાલિકાની ચૂંટણીઓના પડઘમ  શાંત થયા છે. મહા નગર પાલિકા અને પંચાયત ચૂંટણીની મત ગણત્રી એક જ દિવસે રાખવા કરેલ અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી હોવાથી મંગળવારે કોને કેવી ફતેહ હાસલ કરી તેનું ચિત્ર  ૨૩ તારીખે સ્પષ્ટ થશે.

લોકોમાં પરિણામ અંગે ઉત્સાહ છે ત્યારે સામાન્ય રીતે લોકો અપક્ષ ઉમેદવારો વિશે સારા પરિણામો અંગે આશા રાખતા નથી હોતા ત્યારે એક અપક્ષ દ્વારા મહા નગર પાલિકાની ચૂંટણીમાં એક અપક્ષ દ્વારા ઇતિહાસ સર્જાયેલ તેની રસપ્રદ કથા વાચકો સમક્ષ રજૂ કરવી છે. 

આ વાત કોઈ ૧૯૮૭ ના સમયની છે.એ સમયે અમદાવાદ મહા નગરપાલિકાની ચૂંટણીઓ હતી જેમાં રાજકીય પક્ષો દ્વાર પુર જોશથી તૈયારીઓ ચાલતી હતી.                      

બીજી તરફથી જેલમાં રહેલા અમદાવાદના એક શખ્સ દ્વારા અપક્ષ રીતે ઉમેદવારી નોંધાવી હતી. આ શખ્સ દ્વારા માત્ર એક નહિ પરંતુ પાચ પાચ વોર્ડમાંથી ઉમેદવારી કરતા સમગ્ર ગુજરાતમાં ચર્ચા જાગી હતી.ઘણા મજાક પણ ઉડાવતા હતા.

અમદાવાદ મહા નગરપાલિકાની ચટણી યોજાય અને પરિણામનો દિવસ આવ્યો ત્યારે ઘણા કતુહલ થી ૫ ..૫. વોર્ડમાં અપક્ષ ઊભા રહેનાર ઉમેદવાર અંગે પણ પરિણામ જાણવા આતુરતા દાખવતા હતા.જયારે મહા નગર પાલિકાની ચૂંટણી પરિણામ જાહેર થયું ત્યારે ખળભળાટ મચી ગયો હતો.            

તમામ પક્ષના રાજકારણીઓ પણ એ અપક્ષનું પરિણામ નિહાળી શું બોલવું તે સમજાતું ન હતું.દેશ ભરના અખબારોમાં આ સમાચાર ખૂબ સારી રીતે પ્રસિદ્ઘ થયેલ. હવે એ અપક્ષ અને તેના પરિણામ વિશે વધુ સસ્પેન્સ રાખ્યા વગર ફોડ પડી દઇએ. એ અપક્ષ એટલે અમદાવાદ ના અંધારી આલમના એક સમયના ડોન લતીફ.     

દારૂના ધંધામાં જેનું એક ચકરી શાસન હતું તેવા ડોન લતીફ એક નહિ  પાંચ પાંચ વોર્ડમાં જંગી બહુમતીથી વિજેતા થયેલ. તેના વિજયનું કારણ તેના વિસ્તારોમાં તેની છાપ ડોન તરીકે નહિ એક કોય પણ સંજોગોમાં મદદગાર અર્થાત્ રોબિન હૂડ જેવી હતી એટલેજ પાંચે પાંચ વોર્ડમાંથી  જંગી બહુમતિ મેળવેલ.                 

અત્રે યાદ રહે કે ડોન લતીફ જેનું શરાબ ધંધા પર આધિપત્ય હતું તેવા ડોન લતીફ પર પોલીસ ભિષ વધતા તે દુબય નાશી ગયેલ.                       

ત્યારબાદ તે ભારત આવી દિલ્હીમાં છુપાયેલ હોવાની બાતમી આધારે  ATS દ્વારા તેને વોચ ગોઠવી આબાદ ઝડપી લેવામાં આવેલ. ત્યારબાદ થોડો સમય થયા પછી લતીફ પોલીસ એન્કાઉન્ટર મા ઠાર થયેલ. લતીફ ના સબંધો રાજકારણીઓ અને દ્યણા પોલીસ ઓફિસરો સાથે હોવાની ચર્ચા થતી.એક મુખ્યમંત્રી સામે પણ તેના સંબંધો અંગે શંકાની સોય ચિંધાયેલ.

અત્રે યાદ રહે કે મર્હુમ  ડોન લતીફના જીવન પરથી એક ફિલ્મ પણ તાજેતરમાં બનેલ. જે ફિલ્મમાં શાહરૂખ ખાને ડોન લતીફ નું પાત્ર ભજવેલું તે ફિલ્મ એટલે ફિલ્મ  'રઇશ'

(2:48 pm IST)