Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

રાજકોટ-મુંબઇની વધુ એક ફલાઇટ મંજુર : સાંસદ કુંડારીયાની રજુઆત ફળી

રાજકોટ, તા. રર :  આગામી તા. ર૯ ફેબ્રુઆરીથી સ્પાઇસ જેટની વધુ એક ફલાઇટ રાજકોટથી શરૂ થવા જઇ રહી છે. સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઇ રાજકોટના જાગૃત સાંસદ મોહનભાઇ કુંડારીયાએ કેન્દ્ર સરકાર સમક્ષ આ અંગે કરેલ રજુઆતો ફળીભૂત થઇ છે.

શહેરમાં નવા એરપોર્ટનું નિર્માણ થયા તે પહેલા જુના એરપોર્ટ પરથી એર ફ્રીકવન્સીમાં વધારો કરી મુસાફરો અને વેપારીઓની જરૂરીયાત પૂર્ણ કરવામાં આવતા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટ-મુંબઇ ફલાઇટ રાજકોટ અને મુંબઇની ફલાઇટ નંબર એસજી રર૪ રવીવારે સાંજે રાજકોટ ૬.૧પ કલાકે પહોંચશે. ૭.૪૦ મુંબઇ પહોંચાડશે. તેમજ અગાઉ જે ચાલુ હતી તે ફલાઇટ નં. એસજી ૬૪૩૬ રવીવારે બપોરે ૧.૪૦ કલાકે પહોંચશે તથા મુંબઇ રઃ૪પ કલાકે પહોંચાડશે. આમ આ બંને ફલાઇટ રોજીંદી ઉડાન ભરશે. આ સેવાઓ આપવા બદલ મોહનભાઇ કુંડારીયાએ કેન્દ્રની ભાજપ સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

(3:57 pm IST)