Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

મિલ્કત વેરાનાં લક્ષ્યાંકમાં ૭૭ કરોડનુ છેટુ

ર૪૮ કરોડનો ટાર્ગેટઃ મ્યુ.કોર્પોરેશનની તીજોરીમાં ૨.૨૬ લાખ કરદાતાઓએ રૂ.૧૭૧ કરોડ ઠાલવ્યાઃ ૯૦ હજાર લોકોએ ઓનલાઇનથી વેરો ભર્યો

રાજકોટ, તા., ૨૨: મ્યુ. કોર્પોરેશનની વેરા શાખાને ચાલુ નાણાકીય વર્ષમાં મિલ્કત વેરાની ૧૭૧ કરોડની આવક થવા પામી છે. ર૪૮ કરોડના લક્ષ્યાંક સામે હજુ ૭૭ કરોડનું છેટુ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના વેરા શાખામાંથી મળતી માહીતી મુજબ મનપાની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાને નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં મિલ્કત વેરાનો ર૪૮ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. તેની સામે આજ દિન સુધીમાં ર,૬ર,૬પ૩ કરદાતાઓએ રૂ.૧૭૧. પ૬ કરોડની આવક થવા પામી છે.

વધુમાં તંત્ર વાહકોના જણાવ્યા મુજબ વેરા શાખાને ર૪૮ કરોડનો લક્ષ્યાંક પુરો કરવા ૭૭ કરોડની ઘટ્ટ જોવા મળી રહી છે. આ ટાર્ગેટ પુર્ણ કરવા વેરા શાખા દ્વારા બાકીદારોની મિલ્કતો સીલ, હરરાજી, જપ્તી સહીતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મ્યુ. કોર્પોરેશન દ્વારા ૬ સીવીક સેન્ટરો આઇસીઆઇસીઆઇ અને યશ બેંક, પોસ્ટ ઓફીસ તથા વોર્ડ ઓફીસમાં મિલ્કતવેરો સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત ઓનલાઇનથી પણ મિલ્કત ધારકો વેરો ભરી શકે છે. ૧ એપ્રિલથી રર ફેબ્રુઆરી સુધીમાં ૯૦,­­­૦૦૦ શહેરીજનોએ ઓનલાઇન વેરો ભરી રૂ. પ૦નું વળતર મેળવ્યું છે.

(3:56 pm IST)