Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કુવાડવા રોડ ત્રીમંદિર સામે જીનીંગમાં આગ લાગતા લાખોનું નુકશાન

શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા કપાસનો કાચો અને પાકો માલ તેમજ શેડ બળી ગયો

રાજકોટ, તા., ૨૨: કુવાડવા રોડ પર આવેલ કૌશીક કોર્ટન કોર્પોરેશન જીનીંગમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફે આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર ત્રિમંદિરની સામે આવેલ કૌશીક કોર્ટન કોર્પોરેશન નામની જીનીંગમાં રાત્રે એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી.

મીલના માલીક કુનાલભાઇએ તાકીદે જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે તાકીદે ચાર ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો  મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાં કપાસનો કાચો અને પાકો માલ આશરે ૧૦૦ ટન જેટલો કપાસ અને પતરાનો શેડ બળી ગયો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે અને તેમાં લાખોનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

(3:43 pm IST)