Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પોસ્કોના ગુન્હાના આરોપીને પુરાવાના અભાવે છોડી મુકતી રાજકોટ સેસ. કોર્ટ

રાજકોટ તા. રર :.. પોસ્કો અપહરણ તથા બળાત્કારના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવાનો હુકમ રાજકોટ સેશન્સ કોર્ટે કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, ફરીયાદી રધાભાઇ અજમલભાઇની ઉ.૧૪ ની દિકરીનું આરોપી પીન્ટુ ઉર્ફે પપ્પુએ લલચાવી ફોસલાવી ભગાડી બદકામ કરતા બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા. ૧૮-૪-ર૦૧૭ ના રોજ ફરીયાદ નોંધાવવા પોલીસે આરોપી વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૬૩, ૩૭૬, ૩૬૬ તથા બાળ અધિનીયમ ર૦૧ર (પોસ્કો) એકટ મુજબ ગુન્હો દાખલ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલ હતું.

આ કામે સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા. સેશન્સ કોર્ટમાં આરોપીના વકિલ તેમજ સરકાર પક્ષે ધારદાર રજૂઆત દસ્તાવેજી પુરાવા સાથે કરી હતી.

આરોપીએ ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે અપહરણ કરી જૂનાગઢના ગીર જેવા જંગલ વિસ્તારમાં ૧૦-૧૦ દિવસ સુધી ફેરવી અવાર નવાર બળાત્કાર ગુજારેલ હતો તેવુ સરકાર તરફે રજૂઆત કરેલ આરોપીને સખ્ત સજાની માંગણી કરેલ.

સદરહું કેસ રાજકોટની (સ્પે. પોસ્કો કોર્ટમાં) આવી જતા આ કામના ફરીયાદી આરોપી સામે કેસ પુરવાર કરી શકેલ ન હોય તેમજ બચાવ પક્ષનાા એડવોકેટ કૌશિક એમ. ખરચલીયાની રજૂઆત - દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ રાજકોટની પોસ્કો કોર્ટ આરોપી પીન્ટુ ઉર્ફે પપ્પુ વિકાણીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કામે રાજકોટના એડવોકેટ કૌશિક એમ. ખરચલીયા, ઇમરાન હિંગોળજા તેમજ તેજસ એમ. ખરચલીયા રોકાયા હતાં.

(3:43 pm IST)