Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

હેલ્થ એન્ડ હોસ્પિટલ કમીટી કોંગ્રેસમાં નવી નિમણુંકો

 નાગર બોર્ડિંગ ખાતે હેલ્થ એન્ડ હોસ્પીટલ સમિતિ કોંગ્રેસની મીટીંગ હતી. તે દરમ્યાન નવી નિમણુંકો વોર્ડ નં. ૧ તથા વોર્ડ નં. ૧૮ના ભાઇઓ તથા બહેનોની કરવામાં આવી હતી. આ મીટીંગમાં ડો. હેમાંગ વસાવડા, પ્રદિપભાઇ ત્રિવેદી, મહેશભાઇ રાજપુત, મનીષાબા વાળા, વશરામભાઇ સાગઠીયા, મુકેશભાઇ ચાવડા, રાજદિપસિંહ, ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક, ગજેન્દ્રસિંહ ઝાલા, મયુરસિંહ જાડેજા, હેલ્થ એન. હોસ્પીટલ કોંગ્રેસ સમીતીના પ્રમુખ ચુડાસમા કાળુભાઇ તથા મંત્રી ઘનશ્યામ મકવાણા તથા હેલ્થ એન. હોસ્પીટલ કોંગ્રેસ સમીતીના હોદેદાર અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(3:41 pm IST)