Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કોંગ્રેસ દ્વારા મહાશિવરાત્રીનું પૂજન

 શહેર કોંગ્રેસ દ્વારા મહાશિવરાત્રીના પર્વ નીમીતે દેવાદી દેવ મહાદેવનું પૂજન તથા મહાઆરતીનું આયોજન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કરાયું હતું. શાસ્ત્રોકત વિધીથી ડો. હેમાંગ વસાવડા, મહેશભાઇ રાજપુત, પ્રદીપભાઇ ત્રીવેદી, જીજ્ઞેશ વાગડીયા દ્વારા શંકર ભગવાનનું પુજન કરવામાં આવેલ. બાદમાં મહાઆરતી ઉતારવામાં આવેલ. શ્રી વશરામભાઇ સાગઠીયા પણ સાથે જોડાયા હતા. સર્વે ભાવિકભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમમાં મુકેશ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, શ્રીમતિ મનીષાબા વાળા, શ્રીમતિ જયાબેન ટાંક, પ્રફુલાબેન ચૌહાણ, ફેમીબેન ગોહેલ, હિનાબેન વાડોલીયા, પ્રફુલાબેન ચૌહાણ, ધારાબા સિંધવ, એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ નરેન્દ્ર રાજપુત, મહેશ પાસવાન, કાળુભાઇ ચુડાસમા, વ્યાસભાઇ, ગજેન્દ્રસિંહ ઝાલા, પરિહાર, ઘનશ્યામભાઇ સાગર દાફડા, સહીતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(3:41 pm IST)