Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પ્રો. નિતીન વડગામાને ધમકી આપનાર સામે કડક કાર્યવાહીની સુટાની માંગ

સુટા દ્વારા પ્રો. જયદીપસિંહ ડોડીયાની અરજીમાં રીમાર્કસ પ્રશ્ને રજૂઆત

રાજકોટઃ સુટા દ્વારા રજીસ્ટ્રાર રમેશ પરમારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી તે સમયની તસ્વીર.

રાજકોટ, તા. રર : ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના અધ્યક્ષશ્રી પ્રોે. નિતીનભાઈ વડગામા સાથે ઉપલેટા કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો. કાલાવડીયા એ કરેલાં વાણી - વિલાસ અને ધાક - ધમકી યુકત વ્યવહાર નિંદનીય અને માફ ન કરી શકાય તેવો છે, એટલે સુટા ઘટના અંગે કડક કાર્યવાહીની માંગ કરી છે.

અંગ્રજી ભવનના સિનિયર અધ્યાપક પ્રોફે, જયદિપસિંહ ડોડીયાએ રજુ કરેલી સબેટીકલ લીવ માટેની અરજી કાર્યકારી અધ્યક્ષશ્રીએ મહેકમ વિભાગને મોકલી આપ્યા બાદ ભવનના અન્ય સિનિયર અધ્યાપકોશ્રીએ સદરહુ અરજી પરત મંગાવી કાર્યકારી અધ્યક્ષશ્રી પાસે બિનજરૂરી રીમાર્કસ લખાવી પુનઃ અરજી મહેકમ વિભાગને મોકલવાની ઘટના પણ સ્વીકારી શકાય તેવી નથી એથી તે બાબતે પણ કાર્યકારી ભવનાધ્યક્ષશ્રી ને આવશ્યક સૂ ચનાઓ આપવામાં આવે તે જરૂરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશન હંમેશા વિનમ્રતાપૂર્વક સંવાદની ભૂ મિકાએ કાર્ય કરવા ઈચ્છુક રહેતું હોય છે પરંતુ અમારી વિનમ્રતાને અમારી નબળાઈ સ્વરૂપે જોવામાં આવી રહ્યું હોય તેવું અનુભવાય છે

આ પત્ર દ્વારા આપ સાહેબશ્રીને સાદર વિનંતી કરીએ છીએ કે યુનિવર્સિટી પરિસરમાં  કાર્યરત એકપણ અધ્યાપક કે અધ્યક્ષશ્રીનાં પદની ગરિમા ન જળવાય તેવું કોઇપણ વ્યકિતનું એકપણ પ્રકારનું વર્તન સુટા સાંખી લેશે નહીં.

સુટાના અધ્યક્ષ પ્રોફે. કલાધર આર્યના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળમાં સર્વશ્રી યોગેશ જોગસણ, નિકેશ શાહ, ધીરેન પંડ્યા, એસ. પી. સિંદ્ય, મિહીર જોશી, રમેશ કોઠારી, જે.એમ. ચંદ્રવાડીયા, જયશ્રીબેન નાયક, રેખાબા જાડેજા, જિજ્ઞાસાબેનટાંક, વૃંદાબેન ઠાકર, રાજેન્દ્ર ચોટલીયા, આર.એસ. કુંડુ, બી. આર. એમ. વ્યાસ, ભરત ખેર, પિયુષ સોલંકી અને અશ્વિન સોલંકી સહીતના અધ્યાપકો જોડાયા હતા.

(3:40 pm IST)