Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

લાલપરી તળાવે બોટિંગ સાઇટમાં પ્રજાનો નબળો પ્રતિસાદઃ વધુ આકર્ષણો ઉભા કરવાની જરૂર

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટેના અત્યંત મહત્વકાંક્ષી લાલપરી ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત શહેરની ભાગોળે આવેલ લાલપરી તળાવ ખાતે સહેલાણીઓ માટે પેડલ બોટ, વોટર બોટ, પોન્ટુન સ્પીડ બોટ સહિતની સુવિધાનો પ્રારંભ ર૪ જાન્યુઆરીથી કરવામાં આવ્યો છે. ત્યારે  એક હજારથી વધુ મુલાકાતીઓએ લાલપરી લેઇકની મુલાકાત લીધી હોવાનું મ્યુ. કોર્પોરેશનનાં સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. અને વધુ ને વધુ શહેરીજનો મુલાકાત લે માટે નવા આર્કષણો ઉભા કરવા સહેલાણીઓમાં ચર્ચાઇ રહયું છે.  તસ્વીરમાં સ્પીડ બોટ, વોટર બોટ, ઝેબિંગ, પોન્ટુન અને પેડલ બોટ તથા મુલાકાતીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:37 pm IST)