Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

રાજકોટને ૨૯ માર્ચથી મુંબઇની ત્રણ ફલાઇટ

સ્પાઇસ જેટ વધુ એક ફલાઇટ ઉડાડશે : બુકીંગ શરૂ : ટિકિટના દર ૩૭૦૦થી ૫ હજાર

રાજકોટ તા. ૨૨ : આગામી ૨૯ માર્ચથી મુંબઇ રૂટની જ બીજી ફલાઇટ શરૂ થવા જઇ રહી છે જેનું બુકીંગ સ્પાઇસ જેટ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. ૨૯ માર્ચથી શરૂ થનારી સ્પાઇસ જેટની નવી બીજી ફલાઇટ રાજકોટથી દરરોજ સાંજે ૬.૧૫ કલાકે રાજકોટથી ઉડાન ભરશે અને ૭.૪૬ કલાકે મુંબઇ એરપોર્ટ પર લેન્ડ થશે. સ્પાઇસ જેટની જૂની ફલાઇટ તેના નિર્ધારીત સમય બપોરે ૧.૪૦ કલાકે ઉડાન ભરી રહી છે અને ૨.૪૫ કલાકે મુંબઇ પહોંચે છે. નવી ફલાઇટ શરૂ થયા બાદ રાજકોટથી મુંબઇ હવાઇ મુસાફરી કરતા યાત્રિકોને દરરોજ બે સ્પાઇસ જેટની ફલાઇટ અને એક એર ઇન્ડિયાની ફલાઇટ એમ કુલ ત્રણ ફલાઇટનો લાભ મળશે.  ૨૯ માર્ચની પ્રથમ ફલાઇટની ટિકિટનો દર સ્પેશિયલ ફેર કેટેગરીમાં રૂ. ૩૬૮૫, સ્પાઇસ સેવર કેટેગરીમાં રૂ. ૩૭૧૬, સ્પેશિયલ ફેર કેટેગરીમાં રૂ. ૩૭૧૬ અને સ્પાઇસ મેકસ કેટેગરીની ટિકિટ રૂ. ૫૦૧૨ રખાઇ છે.

(3:31 pm IST)