Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ધર્મેન્દ્ર રોડ શાકમાર્કેટ પાસે અજાણ્યા વૃધ્ધનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૨ : ધર્મેન્દ્ર રોડ શાકમાર્કેટ પાસે અજાણ્યા વૃધ્ધનું બેભાન હાલતમાં મોત નિપજતા એ-ડીવીઝન પોલીસે તેના પરિવારની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ધર્મેન્દ્ર રોડ શાકમાર્કેટ વાળી શેરી દાતારની દરગાહની બાજુમાં ફુટપાથ પર એક ૬૪ વર્ષના અજાણ્યા વૃધ્ધ બેભાન હાલતમાં પડેલ હોઇ કોઇએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના ઇએમટી ધીરૂભાઇ આહિરે તપાસ કરતા વૃધ્ધનું મોત નિપજ્યું હોવાનું જણાતા પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. કન્ટ્રોલ ઇન્ચાર્જ એએસઆઇ એન.આર.જાનીએ જાણ કરતા એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. રાજેશભાઇ તથા રાઇટર દેવાંગભાઇએ સ્થળ પર પહોંચી વૃધ્ધના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક વૃધ્ધ ઘણા સમયથી રખડતુ ભટકતુ જીવન ગાળતા હતા. તે વિસ્તારના લોકોએ તેમનું નામ ગોવિંદભાઇ હોવાનું જણાવ્યું હતું.

આ અંગે પીએસઆઇ વી.એમ.ડોડીયાએ તપાસ હાથ ધરી છે. જો કોઇ આ વૃધ્ધના સગા સંબંધી હોય તો એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧-૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:03 pm IST)