Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે પ્રોૈઢ પાટા પર સુઇ ગયાઃ ટ્રેન હેઠળ દેહના ટૂકડે ટૂકડા

મૃતકની ઉમર આશરે ૫૫ થી ૫૮: જમણા હાથે કૃષ્ણ ભગવાનની મુર્તિ ત્રોફાવેલીઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૨૨: કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે વહેલી સવારે સવા પાંચેક વાગ્યે રાજકોટ વેરાવળ ટ્રેન હેઠળ અજાણ્યા આશરે ૫૫ થી ૫૮ વર્ષના પ્રોૈઢ ટ્રેન હેઠળ કપાઇ જતાં દેહના ટૂકડે ટૂકડા થઇ ગયા હતાં.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મૃતક પ્રોૈઢે સફેદ રંગના લેંઘો-ઝભ્ભો પહેર્યા છે. તેમના જમણા હાથ પર કૃષ્ણ ભગવાનની મુર્તિ ત્રોફાવેલી છે. ખિસ્સામાંથી રૂ. ત્રીસની રોકડ મળી છે. આ સિવાય ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. નજીકથી એક થેલી મળી હતી. તેમાંથી સફેદ રંગના કપડાની એક જોડી મળી આવી છે.

પોલીસે તપાસ કરતાં એવી માહિતી મળી હતી કે ટ્રેન આવી રહી હતી ત્યારે આ પ્રોૈઢ પાટા પર સુઇ ગયા હતાં અને કપાઇ ગયા હતાં. તેમના માથા-ચહેરાનો પણ છૂંદો થઇ ગયો હતો. તેમજ પગ-હાથના ટૂકડા થઇ વીખેરાઇ ગયા હતાં. મૃતકની ઓળખ મેળવવા તપાસ થઇ રહી છે. કોઇને મૃતકની માહિતી હોય તો આજીડેમ પોલીસનો મો.૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:02 pm IST)