Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

રાજકોટ લોહાણા મહાજન દ્વારા

કાલે રાજકોટમાં સર્વજ્ઞાતિ-નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પ

સ્થળ ઉપર સ્પોટ રજીસ્ટ્રેશન પણ કરાવી શકાશે : કુલ ૪ર જેટલા સુપર સ્પેશ્યાલીસ્ટસ ડોકટર્સ દ્વારા નિદાન

રાજકોટ,તા.૨૨: રાજકોટ લોહાણા મહાજન તથા રઘુવંશી ડોકટર્સ એસો. રાજકોટના સંયુકત ઉપક્રમે આવતીકાલ તા.૨૩ ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે ૯ વાગ્યે કેશરીયા લોહાણા  મહાજન વાડી, વોકહાર્ટ હોસ્પિટલની સામેની શેરીમાં સંકિર્તન મંદિર પાસે કાલાવડ રોડ રાજકોટ ખકાતે સર્વજ્ઞાતિ નિઃશુલ્ક નિદાન કેમ્પનંુ સમાજોપયોગી આયોજન કરવામાં આવ્યું છે.

સર્વજ્ઞાતિજનો માટે યોજાનાર નિુ:શૂલ્ક મેડીકલ નિદાન કેમ્પમાં હ્રદયરોગ, શ્વાસ તથા ફેફસાનાં રોગો, ચામડીના રોગો, હાડકા તથા સાંધાના રોગો, સ્ત્રી રોગ, બાળકોના રોગો, આંખના રોગો તથા માનસિક રોગોની તપાસ રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રના નામાંકીત અનુભવી અને સુપર સ્પેશ્યાલીસ્ટસ રઘુવંશી ડોકટર્સ દ્વારા કરવામાં આવશે. એમ.ડી. (મેડીસીન) તથા ક્રિટીકલ કેર યુનિટના નિષ્ણાંત-અનુભવી ડોકટર્સ અને ફીઝીયોથેરાપીસ્ટ પણ પોતાની અમૂલ્ય સેવાઓ આપશે.

મેડીકલ નિદાન કેમ્પમાં બ્લ્ડ પ્રેશર, ડાયાબીટીસ ચેકીંગ, વજન, ઇ.સી.જી વિગેરે વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ ઉપરાંત જરૂરીયાત મુજબની દવાઓ પણ ફ્રી આપવામાં આવશે. મેડીકલ નિદાન કેમ્પમાં .ફોન ઉપર કે રૂબરૂમાં નામ નોંધવી શકાય છે. ફોન ઉપર નામ નોંધાવવા માટે મો. નં. ૭૯૯૦૧ ૭૩૧૧૦ ફોનં નં.: ૦૨૮૧-૨૨૨૯૫૩૮ (લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક, રાજકોટ) ફોન નં.: ૦ર૮૧-૨૫૮૮૭૭૧ (કેશરીયા લોહાણ મહાજન વાડી, કાલાવડ રોડ, રાજકોટ)નો સંપર્ક કરી શકાય છે. નામ નોંધાવવા માટે સવારે ૧૦ થી બપોરે ૧ તથા સાંજે ૪ થી ૭ સુધીનો સમય રાખવામાં આવેલ છે.

સુપર સ્પેશ્યાલીસ્ટસ મેડીકલ કેમ્પમાં નામાંકીત-અનુભવી ડોકટર્સ કે જેઓ પોતાની અમૂલ્ય સેવાઓ આપવાના છે. તેમાં, (૧) ચામડીના નિષ્ણાંત ડોકટર્સ -ડો. જનકભાઇ ઠકકર, ડો.આશાબેન માત્રાવડીયા, ડો. ચેતનભાઇ લાલસેતા તથા ડો. મુકેશભાઇ રૂપારેલીયા વિગેરે.

(૨) સ્ત્રી રોગ નિષ્ણાંત - ડો. નિતાબેન ઠકકર, ડો. દેવયાનીબેન હિન્ડોચા,  ડો. જીજ્ઞાબેન ગણાત્રા, ડો. ભાવેશભાઇ વિઠ્ઠલાણી,  ડો.હીનાબેન પોપટ, ડો.સ્વાતિબેન દાવડા વિગેરે.

(૩) બાળરોગ નિષ્ણાંત- ડો. યજ્ઞેશભાઇ પોપટ,ડો. સ્વાતિબેન પોપટ, ડો. સમીરભાઇ ઠકરાર, ડો. મનિષભાઇ કોટેચા, ડો.મમતાબેન કોટેચા, ડો. જયદિપભાઇ ગણાત્રા, ડો.મૌલીબેન  ગણાત્રા,  ડો. સુધીરભાઇ રૂઘાણી, ડો. કૃણાલભાઇ આહ્યા, ડો. જતીનભાઇ ઉનડકટ, ડો. મિતુલભાઇ ઉનડકટ વિગેરે.

(૪) મેડીસીન તથા ક્રિટીકલ કેર વિભાગના નિષ્ણાંત - ડો. મયંકભાઇ ઠકકર, ડો.રાજેશભાઇ તેલી, ડો.મિહિરભાઇ તન્ના (કાર્ડીયોલોજીસ્ટ),  ડો. રવિભાઇ ભોજાણી (કાર્ડીયોલોજીસ્ટ), ડો.વી.એસ ચંદારાણા, ડો. ધીરેનભાઇ તન્ના, ડો.રવિભાઇ નાગ્રેચા, ડો. મિલાપભાઇ મશરૂ, ડો. સંકલ્પભાઇ વણઝારા વિગેરે.

(૫) હાડકા તથા સાંધાના નિષ્ણાંત ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો.નિતિનભાઇ રાડીયા, ડો. દીપભાઇ રાજાણી, ડો. વિવેકભાઇ ખખ્ખર, ડો. એમ.પી. રાજા વિગેરે.

(૬) આંખના રોગોના નિષ્ણાંત- ડો. ચેતનભાઇ હિન્ડોચા, ડો. પ્રતિશભાઇ સવજીયાણી, ડો. પીયુષભાઇ ઉનડકટ, ડો.પૂજાબેન લાખાણી, ડો.અતુલભાઇ બદિયાણી, ડો. મિલનભાઇ ઠકકર વિગેરે.

(૭) માનસિક રોગોના નિષ્ણાંત- ડો.વિમલભાઇ સોમૈયા, ડો. ભાવેશભાઇ કોટક.

(૮)કસરત વિભાગ (ફીઝીયોથેરાપીસ્ટ) -ડો.મોનાલીબેન તન્ના, ડો.અંકિતભાઇ કાથરાણી, ડો. બ્રિન્ઝાબેન નથવાણી વિગેરેનો સમાવેશ થાય છે.

સમગ્ર મેડિકલ ચેકઅપ કેમ્પને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, ઉપપ્રમુખ યોગેશભાઇ  પૂજારા (પૂજારા ટેલિકોમ), સંયુકત મંત્રીઓ ડો.હિમાંશુભાઇ ઠક્કર તથા રીટાબેન કોટક ઇન્ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્ખર, ડો.આશિષભાઇ ગણાત્રા (મેડીકલ ચેકઅપ કેમ્પ કો.ઓર્ડીનેટર), ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, હરીશભાઇ લાખાણી, જીતુભાઇ ચંદારાણા, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, રીટાબેન કુંડલીયા, રંજનબેન પોપટ, અલ્પાબેન બરછા, શૈલેષભાઇ પાબારી, જયશ્રીબેન સેજપાલ, એડવોકેટ જતીનભાઇ કારીયા, હિરેનભાઇ ખખ્ખર, મનસુખભાઇ (કિશોરભાઇ) કોટક, દિનેશભાઇ બાવરીયા, યોગેશભાઇ જસાણી, વિધીબેન જટાણીયા, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા સહિતની સમગ્ર મહાજન સમિતિ ભારે જહેમત ઉઠાવી રહી છે.

. હૃદય રોગ, શ્વાસ તથા ફેફસાના રોગો, ચામડીના રોગો, હાડકા તથા સાંધાના રોગો, સ્ત્રી રોગો, બાળકોના રોગો, આંખના રોગો અને માનસિક રોગોની તપાસ નામાંકીત અનુભવી તથા સુપર સ્પેશ્યાલીસ્ટસ રઘુવંશી ડોકટર્સ દ્વારા કરવામાં આવશે.

. એમ.ડી. (મેડીસીન) અને ક્રિટીકલ કેર યુનિટના નિષ્ણાંત તથા ફીઝીયોથેરાપીસ્ટ ડોકટર્સની સેવાઓ પણ ઉપલબ્ધ

. બ્લડપ્રેશર, ડાયાબીટીસ, વજન, ઇ.સી.જી વિગેરે વિનામૂલ્યે થશે

. દવાઓ પણ ફ્રી અપાશે.

. સમાજોપયોગી મેડીકલ નિદાન કેમ્પમાં સવારે ૧૦ થી બપોરે ૧ તથા સાંજે ૪ થી ૭ દરમ્યાન ફોન ઉપર કે રૂબરૂમાં નામ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

મો. નં. ૭૯૯૦૧ ૭૩૧૧૦

ફોનં નં.: ૦૨૮૧-૨૨૨૯૫૩૮ (લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક, રાજકોટ)

ફોન નં.: ૦૨૮૧-૨૫૮૮૭૭૧ (કેશરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ, રાજકોટ)

સ્થળ અને સમય

 કેશરીયા લોહાણા મહાજનવાડી સંકિર્તન મંદિર પાસે, વોકહાર્ટ હોસ્પિટલ સામેની શેરી, કાલાવડ રોડ, રાજકોટ  સવારે ૯ વાગ્યે

(11:30 am IST)