Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કુવાડવાના સોખડામાં તળાવ પાળે દરોડોઃ તિનપત્તી રમતાં એક અમદાવાદી અને રાજકોટના ૧૧ ઝડપાયા

શહેર વિસ્તારમાં દરોડાના ડરથી ગ્રામ્ય વિસ્તારમાં રમવા બેઠા, તો'ય પકડાઇ ગયાઃ રામનાથપરા ભવાનીનગરનો આસીફ લંઘા બધાને રમવા લઇ ગયો'તોઃ હેડકોન્સ. જગમાલભાઇ, બુટાભાઇ અને જેન્તીભાઇની બાતમી પરથી પીઆઇ એમ. સી. વાળા અને સ્ટાફનો દરોડો

રાજકોટ તા. ૨૨: કુવાડવાના સોખડા ગામના તળાવની પાળ પાસે બાવળના ઝાડ નીચે કુવાડવા પોલીસે બાતમી પરથી દરોડો પાડી રાજકોટના ૧૨ શખ્સોને તિનપત્તીનો જૂગાર રમતાં ઝડપી લઇ રૂ. ૫૩૪૭૦ની રોકડ તથા ગંજીપાના કબ્જે કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રામનાથપરા નવયુગપરાનો મેમણ શખ્સ બધાને સાથે લઇ સીટી એરિયામાં કયાંક રમવા બેસાડવાનો હતો. પરંતુ દરોડાનો ડર લાગતાં સોખડાના તળાવ પાસે આવી અખાડો ચાલુ કર્યો હતો અને ઝડપાઇ ગયા હતાં.

કુવાડવા પોલીસે દરોડામાં આસીફ બાબુભાઇ લંઘા (મેમણ) (ઉ.વ.૩૨-રહે. નવયુગપરા-૪, રામનાથપરા), અમિત દોલતભાઇ હેરમા (ઉ.૩૯-રહે. પાંજરાપોળ-૭), વિજય નાથાભાઇ રાઠોડ (ઉ.૪૩-રહે. બાપા સિતારામનગર-૪, થોરાળા), ધવલ હરિભાઇ કોટડીયા (ઉ.૨૯-રહે. બ્રહ્માણી પાર્ક-૧, મોરબી રોડ), તેજસ બળવંતરાય ઠાકર (ઉ.૩૯-રહે. ભવનપુરા મકાન નં. ૮૦ ચાંદલોડીયા અમદાવાદ), વિમલ મહેન્દ્રભાઇ જોષી (ઉ.૪૪-રહે. ગાંધીગ્રામ-૫, એસ. કે. ચોક), જયેશ ભીખુભાઇ ભટ્ટી (ઉ.૨૬-રહે. ભવાનીનગર-૫), વિનોદ બચુભાઇ મકવાણા (ઉ.૨૬-રહે. ભગવાનીનગર-૫), મુકેશ કિશોરભાઇ ગોહેલ (ઉ.૩૬-રહે. ભવાનીનગર-૫), કાંતિ રણછોડભાઇ ઢાપા (ઉ.૪૪-રહે. અંબિકા સોસાયટી, દૂધસાગર રોડ), સંદિપ નરેન્દ્રભાઇ પારેખ (ઉ.૩૮-રહે. સોની બજાર ઘેલ ારામજીની શેરી) તથા મોહસીન નાસીરભાઇ તાપણી (ઉ.૨૦-રહે. ભવાનીનગર-૪)ને પકડી લઇ ગંજીપાના અને રૂ. ૫૩૪૭૦ની રોકડ કબ્જે કર્યા હતાં.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના હેઠળ કુવાડવા પીઆઇ એમ. સી. વાળા અને હેડકોન્સ. બી.ડી. ભરવાડ, જગમાલભાઇ ખટાણા, મનિષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, નિલેષભાઇ વાવેચા, જેન્તીભાઇ વાવડીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જગમાલભાઇ, બુટાભાઇ અને જેન્તીભાઇની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસને પ્રાથમિક માહિતી મળી છે કે આ બધા પહેલા શહેરના કોઇ એરીયામાં જૂગારનો અખાડો ચાલુ કરવાના હતાં. પણ ત્યાં મેડ ન પડતાં અને દરોડો પડવાનો ડર લાગતાં કુવાડવાની હદમાં સોખડામાં આવી તળાવ પાળે ઝાડવા નીચે બેસી ગયા હતાં અને પકડાઇ ગયા હતાં. પકડાયેલા પૈકીમાં અગાઉ પણ કેટલાક પોલીસ ચોપડે ચડી ચુકયાની ચર્ચા છે.

(11:27 am IST)