Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ર૯મા દિને સોમવારે ચંદ્રદર્શન મુશ્કેલ હોઇ બુધવારથી રજ્જબ માસ શરૂ થવાનો પુર્ણ સંભવ

રાજકોટ તા. રર :.. આગામી દિવસોમાં ઇસ્લામી પંચાગનો રજ્જબ માસ શરૂ થનાર છે. આ મહીનો ઇસ્લામ ધર્મમાં મહત્વનો ગણાય છે અને તેમાં પણ જગ વિખ્યાત અજમેર શરીફ (રાજસ્થાન) નો ખ્વાજા સાહેબનો ઉર્ષ યોજાય છે એ ઉપરાંત પૈગમ્બર સાહેબની અવકાશીયાતરા 'શબે મે ખ્ રાજ' ની પવિત્ર રાત્રી પણ મનાવવામાં આવે છે.

બીજી તરફ ઇસ્લામી પંચાગ હમેંશા ચંદ્ર દર્શન ઉપર આધારિત હોઇ છે અને ઇસ્લામી મહિનો ર૯ કે ૩૦ દિવસનો હોઇ કેલેન્ડરોમાં આ વખતે ચાલુ માસ ર૯ દિવસનો દર્શાવાયો છે પરંતુ તા. ર૪ ને સોમવારના રોજ સાંજે આકાશમાં ચંદ્રદર્શન મુશ્કેલ હોવાના વર્તારો છે જો કે ભારતના અડધા ભાગમાં ચંદ્ર દર્શન થાય અને અડધા ભાગમાં ચંદ્ર જોવા ન મળે એવી સ્થિતિ સર્જાય જાય તેવો સંભવ છે.

આ દરમિયાન કોઇપણ ખગોળીય સંજોગો ચંદ્ર માટે નહોઇ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તા. રપ ને મંગળવારે સાંજે  મુસ્લિમ માસના ૩૦ મા દિવસે જ ચંદ્ર દર્શન થવાની શકયતા હોઇ બુધવારથી રજજબ માસ શરૂ થવાનો પુર્ણ સંભવ છે.

(11:26 am IST)