Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

'ડીફેન્સ યુથ ફીએસ્ટા'મા એન્જીનીયરીંગ વર્કશોપ, એકસપર્ટ સેશન અને મિલિટરી ટ્રેનીંગમાં જોડાવા હજારો વિદ્યાર્થીઓની નોંધણી

જય ઇન્ટરનેશનલ સ્કુલ જીનિયસ સ્કુલ અને ગાર્ડી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટની તમામ શૈક્ષણીક સંસ્થાઓની મુલાકાત લઇ સૌને આમંત્રીત કરાયા

રાજકોટ તા.૨૨: આગામી રવિવારને તા.૨૪ ફેબ્રુઆરીના રોજ જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા 'ડીફેન્સ યુથ ફીએસ્ટા-૨૦૧૯'પ્રદર્શન રેસકોર્ષ મેદાન ખાતે રાજકોટની જનતા માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે દર વર્ષની માફક આ વર્ષે પણ હજારો શહેરીજનો અને વિદ્યાર્થીઓ આ પ્રદર્શનની મુલાકાત લેશે. આ વર્ષની થીમ ''નો યોર ડીફેન્સ ફોર્સ'' રાખવામાં આવી છે. જેમાં રેસકોર્ષ મેદાન ખાતે ૩૦ લાખ ચોરસ ફુટ વિસ્તારમાં તા.૨૪ થી ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન દરરોજ સવારે ૮ થી ૧૨ અને બપોરે ૪ થી ૮ આ ભવ્ય પ્રદર્શન તમામ શહેરીજનો માટે વિના મુલ્યે ખુલ્લુ રહેશે તેમજ દરરોજ સાંજે ૮ થી ૧૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમો સંસ્થાના વિદ્યાર્થીઓ અને આર્મડ ફોર્સના જવાનો દ્વારા રજુ કરાશે. ડીફેન્સ યુથ ફીએસ્ટામા ચાર દિવસો દરમ્યાન વિવિધ વર્કશોપ ટ્રેનીંગ અને સ્પર્ધાઓના પણ આયોજન કરવામાં આવ્યા છે.ડીફેન્સ યુથ ફીએસ્ટા-૨૦૧૯'ના આ પ્રદર્શનમાં યુવાનોને રોમાંચીત કરે તેવા આર્મી ના હથીયારો નેવીના યુધ્ધ જહાજોના મોડેલ એરફોર્સના પાયલોટ દ્વારા ધારણ કરાતા  સંરજામ BSF દ્વારા સ્ટર્ટ પર્ફોર્મન્સ અને આર્ટલરી ગન્સ જેવા અનેક આકર્ષણો પ્રદર્શીત કરાશે. આ ઉપરાંત ડિફેન્સ ફોર્સીસ દ્વારા વિવિધ ડ્રીલ યોજાશે અને વિદ્યાર્થીઓ માટે સેનાની ત્રણેય પાંખો દ્વારા કેરીયર ગાઇડન્સ અને હેલ્પ ડેસ્ક પણ ઉભા કરાશે.

ડીફેન્સ યુથ ફીએસ્ટા-૨૦૧૯મા રાજકોટની તમામ શૈક્ષણીક સંસ્થાઓમાંથી હજારો વિદ્યાર્થીઓએ એન્જીનીયરીંગ વર્કશોપ તજજ્ઞો દ્વારા એકસેપર્ટ સેશન્સ અને મિલિટરી ટ્રેનીંગ વર્કશોપમાં જોડાવા માટે ખુબ ઉત્સાહ દર્શાવ્યો છે. શાળાકિય અભ્યાસ પછી તેમજ સ્નાતક થયા બાદ આર્મીમાં જોડાવવું શકય છે. અને આ ક્ષેત્રમાં કારકિર્દી ઇચ્છતા યુવકોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. એકસપર્ટ સેશનમાં જુદા જુદા વિષયો જેમકે ભારતીય નેવી ફોર્સનું સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વ ભારતીય એરફોર્સની ભુમિકા અને તેમા જોડાવાની તકો એરફોર્સ અને આર્મી જવાનોના જીવન ભારતીય એરફોર્સમાં જોડાવા માટે માર્ગદર્શન અને પ્રેરણાત્મક સમજણ નેવી અને આર્મીમાં જોડાવા અંગે જાણકારી તથા ભારતીય સીમાઓ અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવશે.

સમગ્ર ડીફેન્સ ડીએસ્ટા ઇવેન્ટના સફળ આયોજનમાં જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા, સીઇઓ ડિમ્પલબેન મહેતા, કેપ્ટન જયદેવ જોષી (રીટાયર્ડ), ગાર્ડી વિદ્યાપીઠના વાઇસ ચેરમેન કિરણ શાહ, ના માર્ગદર્શનમાં ગાર્ડી એન્જીનિયરીંગ વિભાગના પ્રિન્સિપલ સિધ્ધાર્થ જાડેજા તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી જય મહેતા અને સુદીપ મહેતાની રાહબારીમાં કાજલ શુકલ શ્રીકાંત તન્ના, પ્રજ્ઞા દવે વિપુલ ધનવા, દર્શન પરીખ દ્રષ્ટિ ઓઝા, મનિન્દર કેશપ બંસી ભુત અને હિના દોશીની ટીમ સાથે તમામ સંસ્થાઓના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.(૭.૨૩)

 

(2:06 am IST)