Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રૈયા ચોકડી બ્રીજનું અમર જવાન નામકરણ કરો : રજૂઆત

રૈયા ગામથી મ્યુ. કોર્પોરેશન કચેરી સુધી યુવાનોએ બાઇક રેલી યોજી કમિશ્નરને આવેદનપત્ર પાઠવાયુ

રાજકોટઃ શહેરની રૈયા ચોકડીએ નવનિર્માણ પામેલા ઓવરબ્રીજનું ''અમરજવાન'' નામકરણ કરવાની માંગ સાથે આજે બપોરે રૈયા ગામથી ઢેબર રોડ પર આવેલ મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સુધી આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. યુવાનો બાઇક રેલી યોજી રૈયા ચોકડી ખાતે નવર્મિાણ ઓવર બ્રીજને અમર જવાન બ્રીજ નામ આપવામાં આવે તે માટે મ્યુ. કમીશનરશ્રીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આ અંગે ગોપાલક એકતા મંચની યાદીમાં જણાવાયું છે કે જમ્મુ-કાશ્મીરના યુવાનોમાં નિંદનીય આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના ૪૪ વીર જવાનો શહીદ થયા તે બાબતે ગોપાલક એકતા મંચ ગુજરાત પ્રદેશ તેમજ સમસ્ત રૈયાગામ તથા રૈયા ગામથી રૈયા રોડના વેપારીઓ દ્વારા જવાનોને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી છે.  આ રેલીમાં વેપારીઓ, રહેવાસીઓ સહિતનાં લોકો જોડાયા  હતા તેમ ગૌપાલક એકતા મંચ ગુજરાત પ્રદેશનાં મુખ્ય પ્રાયોજક મહેશભાઇ પરમાર તથા સહ પ્રાયોજક નારણભાઇ ટી. બાબરીયાની યાદીમાં જણાવાયું છે.

 

(4:37 pm IST)