Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

મતદારયાદીમાં નામ નોંધાવવાની અંતિમ તકઃ ચૂંટણીપંચ દ્વારા શનિ- રવિ ખાસ કેમ્પ

રાજકોટઃ શહેર ભાજપ પ્રુમખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૧૯ માટે ભારતના ચૂંટણી દ્વારા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ત્યારે આ મતદાર યાદીમાં તા.૧/૧/૧૯ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા નાગરિકોના નામ મતદાર યાદીમાં નોંધાવવાનું રહી ગયુ હોય તો તેવા નાગરિકને પોતાના નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે તા.૨૩ શનિવારે બપોરે ૧૨ થી સાંજે ૫ અને તા.૨૪ રવિવાર સવારે ૧૦ થી સાંજે ૫ દરેક મતદાન મથક પર સક્ષમ અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે.

(4:36 pm IST)