Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કોંગ્રેસે સરદારને અપમાનિત કરી માનસિકતા છતી કરી : ભાજપનું વિરોધ પ્રદર્શન

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસે કરેલ સરદાર પ્રત્યે અપમાનજનક વાણી વિલાસના જડબાતોબ જવામાં કોંગ્રેસ સામે આક્રોશ વ્યકત કરવા શહેર કોર્પોરેશન ચોકમાં ભાજપે દેખાવો કર્યો હતો. ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા વગેરેની ઉપસ્થિતીમાં થયેલ આ વિરોધ પ્રદર્શન દરમિયાન ધનસુખભાઇ ભંડેરીએ જણાવેલ કે કોંગ્રેસે સતત સરદાર વલ્લભભાઇ પટેલની અવગણના કરી છે.  ત્યારે ફરી એક વખત વાણીવિલાસ કરી પોતાની માનસીકતા છતી કરી દીધી છે.  જનતા તેનો જવાબ આવનારી ચુંટણીમાં આપશે. આ તકે પ્રફુલ કાથરોટીયા, મનીશ ભટ્ટ, કેતન પટેલ, કંચનબેન સિધ્ધપુરા, મહેશ રાઠોડ, રઘુભાઇ ધોળકીયા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, નિતીન ભુત, માધવ દવે, આસીફ સલોત, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, કીરણબેન માકડીયા, હારૂનભાઇ શાહમદાર, નાનજીભાઇ પારઘી, રસીકભાઇ પટેલ, ભાવેશ પરમાર, યુવરાજસિંહ ચુડાસમા, સંજય ગોસ્વામી, દિલીપ લુણાગરીયા, ઘનશ્યામ કુગશીયા, રમેશ ચાવડીયા, રજની ગોલ, પ્રવીણ પાઘડાર, યોગરાજસિંહ જાડેજા, ભીખુભા ડાભી, નરેન્દ્ર કુબાવત, જગાભાઇ રબારી, મહેશ બથવાર, બાબુભાઇ આહીર, મનીષ રાડીયા, મુકેશ રાદડીયા, અજય પરમાર, અશ્વિન ભોરણીયા, અનીતાબેન ગોસ્વામી, મુકેશભાઇ મહેતા, રસીકભાઇ સાવલીયા, લીલાબા જાડેજા, પોપટભાઇ ટોળીયા, અનીલ મકવાણા, જે. ડી. ડાંગર, જયંતભાઇ ઠાકર, ભીમભાઇ જાદવ, રજાકભાઇ જામનગરી, નીલેશ ખુંટ, રમેશ દોમડીયા, રસીલાબેન સાકરીયા, પીનાબેન સખીયા, દીનેશ જાવીયા, અનિરૂધ્ધ ધાધલ, મેહુલ પટેલ, જય ગજજર, હસુભાઇ છાંટબાર, નીનાબેન વજીર, જે. પી. ધામેચા, સલીમ દસાડીયા, રમઝાન ભલુ, ગીરીશ પોપટ, વિપુલ માખેલા, મહેશ અધેરા, પીન્ટુ રાઠોડ, સંદીપ ડોડીયા, ઇબ્રાહીમ શેખ, ભારતીબેન પરસાણા, નરેન્દ્ર મકવાણા, ફારૂક બાવાણી, જાગૃતીબેન ભાણવડીયા, દેવયાનીબેન રાવલ, દીપાબેન કાચા, સીમાબેન અગ્રવાલ, હર્ષીદાબા કનોજીયા, ભાવીબેન મહેતા, હર્ષીદાબેન પટેલ, ભરત મેવાડા, ભરત મુલીયાણા, પાર્થ કામભલીયા, જયસુખ બારોટ, કેયુર મશરૂ, હીરાભાઇ ઘાવરી, કીરીટઠ કામલીયા, રસિકભાઇ સાવલીયા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિ રહ્યા હતા. (૧૬.૨)

 

(4:35 pm IST)