Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વિડીયો : યુ-ટયુબ ચેનલ પર 'બદલા' ગીત લોન્ચ કરી દેશવાસીઓને જોમ ચડાવતી જેસીકા

રાજકોટના જુના રેલ્વે સ્ટેશન પર દ્રશ્યો કંડાર્યા : ૧ મીનીટની શૌર્ય ગાથા

રાજકોટ તા. ૨૨ : પુલવામાં આતંકવાદી હુમલાને લઇને દેશભરમાં અનોખુ જનુન જોવા મળી રહ્યુ છે. ત્યારે લોકોનો જુસ્સો વધારવા રાજકોટની જેસીકા નંદાણીયાએ પણ 'બદલા' શીર્ષકતળે એક સરસ શૌર્યગીત તૈયાર કરી યુ-ટયુબ ચેનલ પર લોન્ચ કરેલ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા તેણીએ જણાવેલ કે ગઇકાલે સાંજે લોન્ચ કર્યા બાદ દોઢ દિવસમાં જ બે થી અઢી હજાર વ્યુઅર મળી ગયા છે. આખુ ગીત ૧ મીનીટ અને ૩૦ સેકન્ડનું જ છે. શહેરના જુના રેલ્વે સ્ટેશનના એક ખંઢેર જેવા મકાનમાં દ્રશ્યો કંડારેલ છે.

આતંકી હુમલા સામે બદલાની ભાવના પ્રબળ બનાવવાનો મેસેજ આ ગીતના માધ્યમથી આપવા પ્રયાસ કરેલ છે. ખેડુત નારણભાઇ નંદાણીયાની દિકરી જેસીકા આમ તો સોશ્યલ વર્કર અને વેડીંગ પ્લાનર છે. શોખથી યુ-ટયુબ પર ગીતો મુકતી રહે છે. આ પહેલા 'યે દોલત ભી લેલો' ગઝલ લોન્ચ કરતા મળેલ વ્યાપક પ્રતિસાદથી પ્રેરાઇને વધુ એક ગીત 'બદલા' તૈયાર કરેલ છે. યુ-ટયુબ પર #BADLA Jessica વિઝટ કરવાથી આ સોંગ સાંભળવા મળશે.તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતી જેસીકા નંદાણીયા (મો.૮૧૬૦૫ ૧૫૦૧૫) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:15 am IST)