Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

૬૦૦૦ બાળકો શેરી રમતો રમ્યાઃ રવિવારે રાજકોટ ગોકુલધામમાં શેરી-ખેલ

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં રમાયેલા શેરી રમતોમાં ૬૦૦૦ બાળકો ખેલ્યા હતા. રવિવારે સવારે ૯થી૧૨ રાજકોટના ગોકુલનગરનાં શેરી રમતનું આયોજન થયું છે. ગુજરાતમાં શેરી રમતો ફરીથી રમાતી થાય તેવા પ્રસંડ પ્રયત્નોના ભાગરૂપે વિવિધ સ્થળો પર શેરી રમતો રમાડી. તા. ૧૨-૨-૨૦૧૯નાં રોજ વિંંછીયા તાલુકાના લાલાવદર પ્રો. શાળા અને કુલજર સીમ પ્રા. શાળાના કુલ ૩૭૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ. તા.૧૩-૨-૨૦૧૯ના રોજ ખીજડીયા પ્રા. શાળા તા. ગઢડા અને અને અને. એસ.એસ. શીબીર ઢસા જંકશન હાઇસ્કુલના કુલ ૨૫૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ. તા. ૧૪-૨-૨૦૧૯ના રોજ સરદાર પટેલ વિદ્યાયલ ઉગાવેડી, તા. ગઢડા અને ર,વિ,ગો વિદ્યાલય ઉગામેડીના કુલ ૧૭૦૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ. તા. ૧૫-૨-૨૦૧૯ના રોજ મધર પ્રાઇડ સ્કુલ ઉપલેટા, ડુમીયાણી પ્રા. શાળા અને માધ્યમિક શાળા, ભાયાવદર પ્રા. કન્યા શાળા અને કુમાર શાળાના કુલ ૧૪૦૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ. તા. ૧૮-૨-૨૦૧૯ના રોજ કર્મયોગ વિદ્યાલય જામકલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા, સરકારી મોડેલ સ્કુલ જામકલ્યાણપુર, દાનેવ વિદ્યાલય લાંબાના કુલ ૧૩૦૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ. તા. ૧૯-૨-૨૦૧૯ના રોજ સર્વોદય ઇતર બુનિયાદી વિદ્યાલય ટંકારીયા અને ટંકારીયા કુમાર, કન્યા પ્રા. શાળા અને જામદેવડીયા કુમાર, કન્યા પ્રા. શાળાના કુલ ૪૮૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ. તા. ૨૦-૨-૨૦૧૯ના રોજ એસ.કે.પી. સ્કુલ રાજકોટના કુલ ૫૦૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ. ભાયાવદર કુમાર અને કન્યા શાળાના કુલ ૮૦૦ બાળકોને નરેન્દ્રભાઇ ફળદુ રહેવાસી ભાયાવદર તરફથી ગાજર, ટમેટા અને કોબીજનો દેશી ભરપુર નાસ્તો આપેલ અને બાળકોને શેરી રમતો રમાડવામાં સહયોગ આપેલ. ઉપલેટા અને ભાયાવદર સ્કુલોમાં શેરી રમતોનું આયોજન શ્રી ભાવેશભાઇ ડઢાણીયા રહેવાસી ઉપલેટાએ ગોઠવી આપેલ અને બાળકોને રમાડવામાં સહયોગ આપેલ. જામકલ્યાણપુર તાલુકામાં શેરી રમતોનું આયોજન આહિર એકતા મંચ ગુજરાતના પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઇ આંબલીયાએ ગોઠવી આપેલ અને બાળકોને શેરી રમતો રમાડવામાં સહયોગ આપેલ. દાનેવ સ્કુલ લાંબાના સંચાલકોએ તેના વિદ્યાર્થીઓને કાકડી, ગાજર અને ટમેટાનો ભરપુર દેશી નાસ્તો આપેલ. સૌરાષ્ટ્રમાં આ રમતોને જીવંત કરવાના અમારા પ્રયત્નોમાં જે સંસ્થા સહયોગ આપવા ઇચ્છતી હોય તેઓએ અમારો સંપર્ક કરી બાળકોને રમતા કરવાના યજ્ઞમાં સહભાગી થવા જણાવ્યું છે. શેરી રમત અંગે મદદની વિગતો માટે વી.ડી. બાલા મો. ૯૪૮૭૫ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.

(4:29 pm IST)