Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રાજકોટ-મુંબઇ વચ્ચે ચોથી ટ્રેઇન મંજૂરઃ ચેમ્બરની સફળ રજુઆત

રાજકોટ તા.૨૨: ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સતત રજુઆતના ફળ સ્વરૂપ રાજકોટ-મુંબઇ વચ્ચે ચોથી ટ્રેઇન 'હમસફર'શરૂ કરાતા વેપારી વર્ગમાં આનંદની લાગણી પ્રસરી છે.

આ ટ્રેઇન રવિવાર,મંગળવાર, અને ગુરૂવાર એમ ત્રણ દિવસ રાત્રે ૯ કલાકે રાજકોટથી ઉપડશે અને શનિવાર,સોમવાર, અને બુધવારના બપોરના ૧૨:૧૫ કલાકે મુંબઇ બોરીવલીથી ઉપડશે. તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ તથા ઉપપ્રમુખ અને રેલ્વે ZRUCC મેમ્બર પાર્થભાઇ ગણાત્રાની યાદીમાં જણાવેલ છે

(4:26 pm IST)