Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

શ્રધ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટરનો રવિવારે શુભારંભ

જાણીતા આંખના સર્જન ડો.પિયુષ ઉનડકટ નવનિર્મિત આંખની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સ્થળાંતર કરશે

રાજકોટ,તા.૨૨: જાણીતા આંખના સર્જન ડો.પિયુષ ઉનડકટ દ્વારા રાજકોટમાં સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની સૌપ્રથમ આંખની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ ''શ્રધ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર''નો આગામી તા.૨૪ને રવિવારના શુભારંભ કરવામાં આવશે. પરિવારના વડિલોના હસ્તે નવનિર્મિત હોસ્પિટલનો શુભારંભ થશે, જયાં આંખની તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ હશે માનવીય અભિગમ સાથે તમામ લોકોની સારવાર કરવામાં આવશે.

ડો.પિયુષ ઉનડકટે પોતાની નવનિર્મિત હોસ્પિટલ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે, હાલ મારી હોસ્પિટલ ઈન્દીરા સર્કલ પાસે કાર્યરત છે ત્યાંથી નજીક જ નવનિર્મિત શ્રધ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર ખાતે અમો સ્થળાંતર કરી રહ્યા છીએ. બે દાયકાની આંખના સર્જન તરીકેની સફર દરમિયાન મારૂ સ્વપ્ન હતું કે, આંખની તમામ પ્રકારની સારવાર એક જ છત્ર તળે ઉપલબ્ધ હોય તો લોકોને ખૂબ રાહત થઈ શકે અને મારૂ આ સ્વપ્ન આગામી રવિવાર તા.૨૪ના રોજ સાકાર થઈ રહ્યું છે. શ્રધ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર (ઈન્દીરા સર્કલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, જલારામ-૩, કોહિનુર એપાર્ટમેન્ટની સામે, રાજકોટ મો.૯૬૯૮૪ ૯૧૦૦૦) એ સૌરાષ્ટ્રની સૌપ્રથમ આંખની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ છે. રાજકોટમાં જ સૌપ્રથમ આંખની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ શરૂ કરી, લોકોને માનવીય અભિગમ સાથે આંખની તમામ પ્રકારની અદ્યતન સારવાર ઉપલબ્ધ બનાવવા કટ્ટીબધ્ધ છીએ. અહીં મોતિયાના ફેકો પધ્ધતિથી ટાંકા વગરના ઓપરેશન, લેસર આંખના નંબર ઉતારવાના ઓપરેશન, આંખમાં રસી, ફલુ તથા ચાંદાની સારવાર માટે કોર્નિયા (કીકી) કલીનીક, ગ્લુકોમા (ઝામર) કલીનીક, નાસુરના ઓપરેશન, ડાયાબીટીસને લીધે થતા આંખના રોગની સારવાર, પડદાના રોગની તપાસ તથા સારવાર, આંખની પાંપણ પડી જવી, ત્રાસી આંખ વગેરે કેસમાં જરૂરી પ્લાસ્ટીક સર્જરીની સુવિધા મળી શકશે. શ્રધ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટરએ ફાઈવ સ્ટાર કક્ષાની આંખની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ છે. જયાં આંખની સારવાર માટે અદ્યતન સાધનો, તાલીમ પામેલ કાઉન્સેલરની ટીમ, સ્ટ્રેચર લીફટ, મોડ્યુલર ઓપરેશન થીયેટર, સી.સી.ટી.વી., જનરેટર, મેડિકલ સ્ટોર વગેરે સુવિધા ઉપલબ્ધ છે. મેડિકલ ઈન્સ્યુરન્સ વાળા દર્દી માટે મોટા ભાગની કંપની સાથે કેશલેસ સારવાર માટે ટાઈ- અપ કરવામાં આવ્યું છે.

શ્રધ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર ઉપરાંત ડો.ઉનડકટ નેચરલ વિઝન લેસર સેન્ટર પ્રા.લી.ના ફાઉન્ડર મેડિકલ ડાયરેકટર છે, જયાં આંખના નંબર ઉતારવાની અદ્યતન સારવાર ઉપલબ્ધ છે.

ડો.પિયુષ ઉનડકટ છેલ્લાં બે દાયકાથી રાજકોટમાં આંખમાં સર્જન તરીકે પ્રેકટીસ કરે છે. ૧૯૯૮માં આંખની સરકારી હોસ્પિટલમાં પ્રાધ્યાપક તરીકે કારકીર્દી શરૂ કર્યા બાદ ૨૦૦૨થી તેઓ ખાનગી પ્રેકટીસ કરે છે. રાજકોટની અનેક સેવા સંસ્થાની આંખની હોસ્પિટલમાં તેઓએ માનદ્ સેવા આપી છે. તબીબોના સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની રાજકોટ બ્રાન્ચના સેક્રેટરી તરીકે હાલ સેવા આપતા ડો.ઉનડકટે આઈ.એમ.એ.માં લગભગ તમામ હોદા પર સેવા આપી છે. તેમણે અસંખ્ય કેમ્પમાં સેવા આપી હજારો દર્દીઓની આંખ તપાસી જરૂરી ઓપરેશનો પણ વિનામૂલ્યે કરી આપ્યા છે. માનવીય અભિગમ સાથે દર્દીની સારવારએ ધ્યેય સાથે ડો.ઉનડકટ વર્ષોથી લોકોની સેવા કરે છે અને નવનિર્મિત શ્રધ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટરમાં પણ તેમનો આ સેવા યજ્ઞ વધુ સારી રીતે ચાલુ જ રહેશે. તેઓ આંખની સંભાળ અને સારવાર વિશે લોકોને જાગૃત કરવા સતત પ્રયત્નશીલ રહે છે. આંખના સર્જનોની અનેક કોન્ફરન્સમાં તેઓ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ શોધ નિબંધો રજુ કર્યા છે, લેકચર આપ્યા છે. થોડા સમય પહેલાં ૯૪.૩ એફ.એમ.દ્વારા ડો.પિયુષ ઉનડકટને બેસ્ટ આઈસર્જન ઈન રાજકોટ- સૌરાષ્ટ્રનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જાણીતા આંખના સર્જન ડો.પિયુષ ઉનડકટની 'શ્રધ્ધા આંખની હોસ્ટિલ અને લેસર સેન્ટર'નો શુભારંભ કરવામાં આવી રહ્યો છે તે હોસ્પિટલ અને ડો.ઉનડકટની તસવીર.

(4:22 pm IST)