Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રાજકોટની તીસરી આંખ સમગ્ર દેશમાં પ્રથમ

ડીજીટલ ઇન્ડીયા એવોર્ડ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના હસ્તે ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા તથા આઇ.ટી. ડાયરેકટર સંજય ગોહિલને એનાયત

રાજકોટ,તા.૨૨: મહાનગરપાલિકા નાં સ્માર્ટ સિટી અંતર્ગત કરવામાં આવેલ રાજકોટ આઈ વે પ્રોજેકટને ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ ઈંફોર્મેશન અને ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ દ્રારા અપાતો નો ખૂબજ પ્રતિષ્ઠિત એવો ડીજીટલ ઈન્ડિયા ૨૦૧૮ એવોર્ડ , ઈમર્જિંગ ટેકનોલોજી કેટેગરીમાં પ્લેટિનમ (પ્રથમ સ્થાન) એવોર્ડ મળેલ છે. આ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ આંધ્રપ્રદેશ કેપીટલ રીજીયન ડેવલપમેન્ટ ઓથોરીટી - આંધ્ર પ્રદેશને તેમજ સિલ્વર એવોર્ડ ક્રોપ એરીયા એસ્ટીમેશન અને લોસ એસેસમેન્ટ ફોર સ્ટેટ ઓફ ગુજરાતને મળેલ છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ એવોર્ડ માટે જુદી જુદી છ કેટેગરીમાં થી આખા દેશમાંથી ૬૦૦ થી વધારે જેટલાં નોમિનેશન આવેલ તેમાંથી રાજકોટ મહાનગરપાલિકાના રાજકોટ આઈ-વે પ્રોજેકટને ઈમર્જિંગ ટેકનોલોજી કેટેગરીમાં પ્રથમ સ્થાન મળેલ છે. આ એવોર્ડ ભારત સરકારનાં મિનિસ્ટ્રી ઓફ ઈંફોર્મેશન અને ટેકનોલોજી નાં મંત્રી રવિશંકર પ્રસાદ ના વરદહસ્તે તા ૨૨નાં રોજ દિલ્હી ખાતે વતી ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા તેમજ આઈ. ટી. ડાયરેકટર સંજયભાઈ ગોહિલ દ્રારા સ્વીકારવામાં આવેલ છે.

આ પ્રોજેકટ અંગર્ગત મહાનગરપાલિકાના અધતન ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટર, સીટી સર્વેલન્સ સિસ્ટમ, વિડીયો એનાલિટીકસ બેઈઝડ એન્ટી હોકિંગ એન્ડ એન્કોચમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક મેનેજમેંન્ટ માટે ખ્ફભ્ય્/ય્ન્સ્ઝ્ર ઙ્ગસિસ્ટમ તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ લગાવવામાં આવેલ આઈ ઓ ટી (એન્વાયરમેન્ટ સેંસર) વગેરે સુવિધાઓ માટે રાજકોટ આઈ-વે પ્રોજેકટ ને ઉપરોકત એવોર્ડ આપવામાં આવેલ છે.(૬.૨૨)

 

 

(4:20 pm IST)