Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પૂ.શ્રી ઇન્દુબાઇ મ.સ. તીર્થધામમાં સોનલ સદાવ્રત સમારોહ સંપન્ન

સૌરાષ્ટ્રના સિંહણ તીર્થસ્વરૂપા વચનસિધ્ધીકા : બારમાસી મસાલાનું વિતરણ

રાજકોટ, તા., ૨૨: ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે સોનલ સદાવ્રત સમારોહમાં બારમાસી સુપર મસાલાનું વિતરણ કરાયું હતું. કનુભાઇ બાવીશી તરફથી સુધાબેન બાવીશીની પુણ્યતીથી નિમિતે સાધર્મિક ભાઇ-બહેનોને બારમાસી મસાલા વિતરણ હતું.

નાલંદા તીર્થધામમાં છેલ્લા ૧૮ વર્ષથી સોનલ સદાવ્રત સોનલ શૈક્ષણીક સહાય, સોનલ સારવાર સહાય, ઝળહળતું જીવદયા કાર્ય વિનામુલ્યે ચાલી રહયું છે.

દરેક સિઝનને અનુરૂપ રાશનકીટ અપાઇ રહી છે. ગરીબોને દવા અપાય છે. નાલંદા તીર્થધામમાં દર ર૦ તારીખે અનોખી-અનુપમ ધર્મક્રિયા ચાલુ હોય છે.

પૂ. મોટા મહાસતીજીની આ ભુમી સાધનાભુમી, પ્રેરણાભુમી, ચારીત્રભુમી, આરાધનાભુમી, ધર્મભુમી જાણે મીની પાવાપુરી બની ગયેલ છે. આ પ્રસંગે માનવ મહેરામણ ઉમટી પડેલ હતો.

નિલેશભાઇ શાહ, જયેશભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, પ્રદીપભાઇ માવાણી, રાજીવભાઇ ઘેલાણી, નીતીનભાઇ મહેતા, ગૌરવભાઇ દોશી, જયભાઇ મહેતા, સોનલ સેવા મંડળ, સોનલ સહેલી મંડળ, સોનલ સીનીયર સીટીઝન આદી સેવકો, ગુરૂણી ભકતો હાજર રહી સેવા બજાવેલ હતી.

નાલંદા તીર્થધામમાં એક એકથી ચડીયાતા ધર્મના કાર્યો થઇ રહયા છે. ધર્મધ્યાનથી ધમધમે છે. નાલંદા તીર્થધામ સોનલ યુવા સેવા ગ્રુપે સુંદર સેવા બજાવી હતી. આ પ્રસંગે કનુભાઇ બાવીશી, દિપકભાઇ બાવીશી, પીન્ટુભાઇ, ચારૂબેન, ફાલ્ગુનીબેન આદી સપરીવાર રહી અનુમોદના કરેલ.

(5:01 pm IST)