Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ભાજપના વિડીયા રથનું વોર્ડ નં.૧૪માં સમાપન

-નવા ભારતના નિર્માણ માટે રાષ્ટ્રના ઉજજવળ ભવિષ્ટ માટે ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે ભાજપનો સંકલ્પ પત્ર બતાવવા દેશના કરોડો લોકોના સૂચનો લેવા માટે તેમજ ભાજપના સંકલ્પ પત્ર માટેના લોકમનના સુચનો, અભિપ્રાયો અને લાગણીઓ એકત્રિત-સંકલિત કરવાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 'ભરત કે મન કી બાત-મોદી કે સાથ' કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી દ્વારા રાજયની ૨૬ લોકસભામાં ૨૬ 'વિડીયા રથ'નું પ્રસ્થાન કરાવવાં આવેલ, તે અંતર્ગત રાજકોટ મહાનગરમાં વિધાનસભા-૭૦માં ગાયત્રીનગર મેઇન રોડ ખાતે વોર્ડ નં.૧૪માં સમાપન પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, અનીષ જોષી, નરેન્દ્ર કુબાવત, વિપુલ માખેલા, મુકેશભાઇ મહેતા, નરેન્દ્ર મકવાણા, ગીરીશ પોપટ, કિશોરભાઇ પરમાર, કેયુર મશરૂ, રાજુભાઇ ટાંક, ભનુભાઇ પટેલ સહીતના સાથે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:18 pm IST)