Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રાજકોટ - જૂનાગઢની ભીંડી જવેલર્સ ઉપર ૮ કરોડથી વધુ રકમના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા

રાજકોટ, તા.૨૨ : આવકવેરા વિભાગ દ્વારા કરવસૂલાતમાં આ વર્ષે કરોડોની ઘટ આવતા આખરે એડવાન્સ ટેક્ષ વસૂલવા તરફ દોટ મૂકી છે.

સૌરાષ્ટ્રમાં જાણીતા સુવર્ણ અલંકાર બનાવનાર રાજકોટ સોની બજાર વિસ્તાર તેમજ જૂનાગઢમાં ભીંડી જવેલર્સ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગ રેન્જ-૩ના પ્રિન્સીપાલ કમિશ્નર શ્રી ગોપીનાથના માર્ગદર્શન તળે બે દિવસ પૂર્વે એડવાન્સ ટેક્ષ પેટે સર્વે હાથ ધર્યો હતો. આવકવેરા વિભાગે બે દિવસની તપાસ દરમિયાન અંદાજે ૮ કરોડના બિનહિસાબી વ્યવહારો માલૂમ પડ્યા હોવાનું જાણવા મળે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે એડવાન્સ ટેક્ષ પેટે અગાઉ મોરબી, રાજકોટ, મેટોડા, શાપર, પોરબંદર સહિતના ઔદ્યોગિક એકમો તેમજ બિલ્ડર ગ્રુપ ઉપર સર્વે હાથ ધરાયો હતો અને કરોડો રૂપિયાનો એડવાન્સ ટેક્ષ ભરાવવામાં આવ્યો હતો.(૩૭.૧૩)

 

(4:16 pm IST)