Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ભારતીય યુથ કોંગ્રેસના પ્રવકતા પદે પાર્થિવરાજસિંહ કાઠવાડીયાની નિમણુંક

રાજકોટઃ તા.૨૨, ભારતીય યુથ કોંગ્રેસના પ્રભારી શ્રી ક્રિષ્ના અલાવરૂજી તથા ભારતીય યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી કેશવચંદ યાદવજી, ઉપપ્રમુખ શ્રી નિવાસનજીની સુચના ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રીશ્રી પાર્થિવરાજસિંહ કાઠવાડીયા (૯૮૯૮૧ ૩૪૧૪૬)ને ભારતીય યુથ કોંગ્રેસના પ્રવકતા તરીકે નિમણુક કરવામાં આવી છે.

પાર્થિવરાજસિંહ વિદ્યાર્થીકાળથી રાજકારણ સાથે જોડાયેલા છે. એન.એસ.યુ- આઇ.થી લઇને યુથ કોંગ્રેસ સુધી તમામ જવાબદારી નિભાવી ચુકયા છે. આવનારા દિવસો માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. તે ધ્યાન માં રાખી ને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હોવાનુ યાદીમાં જણાવાયું છે. 

આ નિમણુંકને રાષ્ટ્રીય કોંગ્રેસના ડેલીગેટર ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી, મુકેશભાઇ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી ડો. રાજદિપસિંહ જાડેજા, ઓલ ઇન્ડીયા એન, એસ.ચ.આઈ. નેશનલ ડેલીગેટ, આદિત્યસિંહ ગોહિલ, રાજકોટ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, મુકુંન્દ ટાંક, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ, જયપાલસિંહ રાઠોડ જીલ્લા યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ભરતસિંહ જાડેજા, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ, નિતીન ભંડેરી, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રીઓ, હરપાલસિંહ જાડેજા, અમિત પટેલ, વૈશાલી શિંદે, તથા હિરલબેન રાઠોઠ, ગુજરાત પ્રદેશ એન. એસ.યુ.આઈ. ઉપપ્રમુખ, સુરજ ડેર, રાજકોટ જીલ્લા એન.એસ.યુ.આઇ. પ્રમુખ, જયકિશનસિંહ ઝાલા, રાજકોટ શહેર-જીલ્લા યુથ કોંગ્રેસ વિધાનસભા પ્રમુખો, મયુરસિંહ પરમાર, હેમેન્દ્રસિંહ જાડેજા, ચેતન મંડ, કિશનસિંહ જાડેજા, રાજકોટ શહેર-જીલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખો, કેતન જરીયા, અલ્પેશ સાધરીયા, રાજકોટ શહેર-જીલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રીઓ, નિલરાજ ખાચર, રવિ જીતીયા, યજ્ઞેશ દવે, બોની પટેલ, ગોપાલ બોરાળા, રાજદિપસિંહ ચુડાસમા, સોહીલ જેરીયા, રાજકોટ જીલ્લા એન.એસ.યુ.આઇ. ઉપપ્રમુખ, નિલ સોલંકી, મહામંત્રીઓ, ઋતુરાજસિંહ ઝાલા, વિશ્વદિપસિંહ જાડેજા, ઋતુરાજસિંહ જાડેજા સહિતનાઓએ  આવકારેલ છે. (૪૦.૮)

 

(4:15 pm IST)