Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ટ્રાફિકથી માંડી દબાણો શોધવા સહિતની સેવાઓ ડીજીટલ બનશે : કચેરીના ધક્કા બંધ

રૂા. ૧૫૧ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર સેવોતમ પ્રોજેકટનું વિજયભાઇ રૂપાણીના હસ્‍તે રવિવારે ખાતમુહૂર્ત : સામાકાંઠે નવી લાયબ્રેરી, સ્‍માર્ટ સીટી વિસ્‍તારમાં સાઇકલ ટ્રેક તથા ન્‍યારી ડેમ-૧ ખાતે બગીચો બનાવવાના કામનો પ્રારંભ કરાશે : બિનાબેન આચાર્ય, બંછાનિધી પાની તથા ઉદય કાનગડની જાહેરાત

રાજકોટ તા. ૨૨ : રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે જે વિવિધ વિકાસ કામોના તા. ૨૪ના રવિવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે તેમાં એક અત્‍યંત મહત્‍વપૂર્ણ અને શહેરીજનોને લેટેસ્‍ટ ટેકનોલોજી આધારિત સેવાઓ પુરી પાડનાર ‘સેવોતમ પ્રોજેક્‍ટ'નો પણ સમાવેશ થાય છે. કેન્‍દ્ર સરકારશ્રીના સ્‍માર્ટ સિટી મિશનમાં સમાવિષ્ટ રાજકોટ શહેરને મહાનગરપાલિકા દ્વારા સ્‍માર્ટ અને ડિજિટલ બનાવવાના ઉમદા ધ્‍યેય સાથે રૂ. ૧૫૧ કરોડના માતબર ખર્ચે હાથ ધરવામાં આવી રહેલા માસ્‍ટર સિસ્‍ટમ ઇન્‍ટીગ્રેટેડ પ્રોજેક્‍ટ (  ઙ્કસેવોતમ પ્રોજેક્‍ટે )નું ખાતમુહૂર્ત માન. મુખ્‍યમંત્રીશ્રી દ્વારા થનાર છે. આ પ્રોજેક્‍ટના માધ્‍યમથી નાગરિકોને તેમજ રાજકોટ મહાનગરપાલિકાને આઈ.ટી. બેઇઝ્‍ડ સોલ્‍યુશન્‍સની મદદથી વિવિધ સેવાઓ પ્રાપ્ત થઇ શકશે, તેમ મેયર બિનાબેન આચાર્ય, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્‍યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્‍યું હતું.

આ અંગે કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મોડર્ન જમાનાની લેટેસ્‍ટ ટેકનોલોજી આધારિત માસ્‍ટર સિસ્‍ટમ ઇન્‍ટીગ્રેટેડ પ્રોજેક્‍ટ (સેવોતમ પ્રોજેક્‍ટ) વિશે વધુ વાત કરતા મેયર બિનાબેન આચાર્ય અને મ્‍યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્‍યું હતું કે, સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટમાં મુખ્‍ય બે કમ્‍પોનેન્‍ટ છે. જેમાં (૧) એરીયા બેઇઝ ડેવલપમેન્‍ટ (૨) પાન સીટી સોલ્‍યુશનનો સમાવેશ થાય છે. રાજકોટ સ્‍માર્ટ સીટી ડેવલપમેન્‍ટ લી. દ્વારા પાન સીટી સોલ્‍યુશન હેઠળ  માસ્‍ટર સિસ્‍ટમ ઇન્‍ટીગ્રેટેડ પ્રોજેક્‍ટ (સેવોતમ)ેનું કામ  BSNLને આપવામાં આવેલ છે. માસ્‍ટર સીસ્‍ટમ ઇન્‍ટીગ્રેટર પ્રોજેક્‍ટ અંતર્ગત કુલ રૂ. ૧૫૧ કરોડના ખર્ચે વિવિધ કંપોનેન્‍ટસનો   આઈ.ટી બેઇઝ્‍ડ સ્‍માર્ટ સોલ્‍યુશનમાં સમાવેશ કરવામાં આવેલ છે.

ઇન્‍ટેલીજન્‍ટ ટ્રાન્‍સપોર્ટ મેનેજમેન્‍ટ સીસ્‍ટમ

જેમા બસ સ્‍ટોપ, પેસેન્‍જર ઇન્‍ફોરમેશન સીસ્‍ટમ, રીયલ ટાઇમ ઇન્‍ફોરમેશન, તથા ટર્નસ્‍ટાઇલ/ફલીપ ગેઇટ તેમજ ઓટોમેટીક ફેર કલેક્‍શન વિગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.

ITMSમાં PIS એટલે કે પેસેન્‍જર ઇન્‍ફર્મેશન સિસ્‍ટમ અને AFCS એટલે કે ઓટોમેટિક ફેર કલેકશન સિસ્‍ટમનો સમાવેશ થાય છે. જે ટિકિટીંગની નવીન કેશલેસ રીતોનો ઉપયોગ કરે છે.

એડપ્‍ટીવ ટ્રાફિક કંટ્રોલ સીસ્‍ટમ

રાજકોટ શહેરની પ્રવર્તમાન ટ્રાફિક સમસ્‍યાને ધ્‍યાને લઇ શહેરમાં કુલ ૩૦ ટ્રાફિક સિગ્નલો મુકવામાં આવનાર છે.આ ઉપરાંત રાજકોટ શહેરમાં રાહદારીઓની સુવિધા માટે પ્રથમ વખત ૪૫ સ્‍થળોએ પેડેસ્‍ટ્રીયન ટ્રાફીક સિગ્નલ મુકવામાં આવનાર છે. સદરહુ ટ્રાફિક સિગ્નલોનું સંચાલન ICCC કંટ્રોલ રૂમ મારફત ટ્રાફિકની માત્રાને ધ્‍યાને લઇ નિયંત્રીત કરી શકાશે.

એન્‍ટરપ્રાઇઝ રીસોર્સ પ્‍લાનિંગ પ્રોજેક્‍ટ

નાણાંકીય અને હિસાબી વ્‍યવહાર, ઇન્‍વેન્‍ટરી મેનેજમેન્‍ટ, માનવ સંશાધન અને પેરોલ, પ્રોજેક્‍ટ મેનેજમેન્‍ટ, મિલ્‍કતોનું વ્‍યવસ્‍થાપન, નાગરીક સેવાઓને ઇન્‍ટરનેટનાં માધ્‍યમથી ઓન લાઇન કરી શકાશે તથા રાજકોટ મહાનગરપાલિકાનાં જુદા જુદા વિભાગોનાં રેકર્ડ સ્‍કેન કરી સોફટ કોપી તરીકે જાળવણી કરી શકાશે.

જી.આઇ.એસ. પ્રોજેક્‍ટ

મહાનગરપાલિકા આધારીત મિલ્‍કતો તથા માળખાકીય સુવિધાઓનું વ્‍યવસ્‍થાપનનાં માધ્‍યમથી શહેરમાં કુલ કેટલી મિલ્‍કતો આવેલ છે અને કેટલી નોંધાયેલ છે તેની માહિતી મેળવી શકાશે. GIS સિસ્‍ટમ ચોકસાઇપૂર્વકનાં પ્રોપર્ટી સર્વે દ્વારા એક મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેની મદદથી RMCને આકારણી કરેલ મિલકતોનો સ્‍પષ્ટ અંદાજ હાથ થશે અને તેથી મિલકતકરમાં આવકની ચૂકમાં ઘટાડો કરવામાં સમર્થતા પ્રાપ્ત થશે.

આ ઉપરાંત વોર્ડ નં. ૩માં નિર્માણ પામેલ રેનબસેરા, વોર્ડ નં. ૬માં ૫.૩૭ કરોડના ખર્ચે લાઇબ્રેરી તથા સ્‍માર્ટ સીટી વિસ્‍તારમાં નોન - મોટરાઇઝડ ટ્રાન્‍સપોર્ટ ઝોન ડેવલપમેન્‍ટ અન્‍વયે સાયકલ ટ્રેક તથા ફુટપાથ બનાવવા, ન્‍યારી ડેમ-૧ ખાતે રૂા. ૧.૫૯ કરોડના ખર્ચે બગીચો બનાવવા તેમજ વાવડી વિસ્‍તારમાં ડ્રેનેજની પાઇપલાઇનના વિવિધ પ્રોજેકટોના લોકાર્પણ - ખાતમુહૂર્ત કરવામાં આવશે.

(4:01 pm IST)