Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

નાણામંત્રી-વાહન વ્‍યવહાર મંત્રીનું ‘બેસણું' કરતા એસ.ટી. કર્મચારીઓઃ સનસનાટી : મૂંડન પણ કરાવ્‍યું

રાજકોટઃ. એસ.ટી. કર્મચારીઓ ગજબનાક રોષે ભરાયા છે. સરકારે કોઈ ઉકેલ નહીં કાઢતા અને કોઈ કોઠુ નહીં આપતા તથા માંગણીઓ નહીં સ્‍વીકારતા આજે નાણામંત્રી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલ તથા વાહન વ્‍યવહાર મંત્રી આર.સી. ફળદુનું મુખ્‍ય બસ ડેપો ખાતે બેસણું કરી નાખતા અને ચોંધાર આંસુએ રૂદન-મુંડન સહિતના કાર્યક્રમો આપતા સનસનાટી મચી જવા પામી હતી. સવારે ૧૧ વાગ્‍યા બાદ કંડકટરો, ડ્રાઈવરો, કર્મચારીઓ સેંકડોની સંખ્‍યામાં એકઠા થયા હતા અને બેસણાનો કાર્યક્રમ રાખી દેખાવો યોજ્‍યા હતા. આ પછી હૈયાફાટ રૂદનનો કાર્યક્રમ રાખ્‍યો હતો અને ત્‍યાર બાદ મૂંડનનો કાર્યક્રમ રાખતા લોકો ટોળે વળી ગયા હતા. આ આヘર્યજનક કાર્યક્રમ રાજકોટ ડેપો ઉપર યોજાયો તે નજરે પડે છે (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)(૨-૨૪)

(3:31 pm IST)