Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

એસ.ટી. યુનિયનોનું જબરૂ કાર્ય : કર્મચારીઓ-મુસાફરો માટે ભરપેટ ભોજન વ્‍યવસ્‍થા

રાજકોટ : એસ.ટી. યુનિયનો દ્વારા એલાને જંગ કરાયું છે. વિવિધ કાર્યક્રમો અપાઇ રહ્યા છે. સાથે સાથે માનવતા પણ ત્રણેય યુનિયનો આજે અગ્રેસર રહ્યાના દૃશ્‍યો એસ.ટી.ના મુખ્‍ય ડેપો ખાતે જોવા મળ્‍યા હતા. યુનિયનોએ જબરૂ કાર્ય કરી લડત ચલાવી રહેલ ડ્રાઇવર-કર્મચારીઓ માટે આજે બપોરે મુખ્‍ય ડેપો ખાતે ભરપેટ અને ભાવતા ભોજનની વ્‍યવસ્‍થા કરી હતી, તો રઝળી પડેલ મુસાફરો માટે પણ ભોજન અંગે વ્‍યવસ્‍થા કરાઇ તે નજરે પડે છે. લોકોએ પણ યુનિયન સતાવાળાઓનો આભાર વ્‍યકત કર્યો હતો. તસ્‍વીરમાં ડ્રાઇવર-કંડકટરો-કર્મચારીઓને ભોજન પીરસાઇ રહ્યું તે તથા જમી રહેલા નજરે પડે છે.

(3:23 pm IST)