Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

એસટી હડતાલને કારણે મુસાફરો પાસેથી

ટ્રાવેલ્‍સના ધંધાર્થીઓ વધુ ભાડુ નહી લ્‍યેઃ ફ્રિકવન્‍સી વધારવા પણ ખાત્રી આપી છેઃ કલેકટરનો નિર્દેશ

રાજકોટ તા.રરઃ એસટી બસ સુમસામ બની જતાં હડતાલ બે દિ'થી શરૂ થતા રાજકોટના ટ્રાવેલ્‍સના ઘણા ખરા ધંધાર્થીઓએ રાજકોટથી અમદાવાદ-જામનગર-વડોદરા-સુરત વિગેરે ક્ષેત્રમાં જતી પોતાની બસના ભાડા દોઢા કે ડબલ કરી નાંખ્‍યા હતા, આ અંગે કલેકટર પાસે ફરીયાદો પહોંચતા, કલેકટર ગઇકાલે સાંજે તાકિદે આરટીઓ, પોલીસ અને ટ્રાવેલ્‍સ એસો.ન મીટીંગ બોલાવી શાનમાં સમજાવી દિધા હતા.

આજે સવારે કલેકટરે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ટ્રાવેલ્‍સના ધંધાર્થીઓ દ્વારા વધુ ભાડા નહી લેવાની અને ફ્રિકવન્‍સી વધારવાની ખાત્રી આપી છે. આમ છતા આરટીઓને ચેકીંગ માટે પણ કહેવાયું છે, ટ્રાવેલ્‍સના ધંધાર્થીઓએ ઉમેર્યું હતું કે મોટેભાગે અમારી ગ્રામ્‍ય રૂટમાં બસો જતી નથી, પરંતુ અન્‍ય તમામ રૂટો ઉપર વધુ ભાડા નહી લેવાય તેવી ખાત્રી કલેકટરને આપી હતી.

 

(3:21 pm IST)