Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વિજયને અમિત, અજય, સુરેશે ધોકાથી હાથે-પગે માર માર્યો

પોપટપરા ૫૩ કવાર્ટરમાં બનાવઃ જુનુ મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૨૨: નવા થોરાળાના બાપા સિતારામનગર-૨માં રહેતાં વિજય વિનુભાઇ ગોહેલ (ઉ.૨૪) નામના કોળી યુવાનને તે પોપટપરા જેલ પાછળ ૫૩ કવાર્ટર પાસે હતો ત્યારે અમિત, અજય, સુરેશ ઉર્ફ સુરો અને એક અજાણ્યાએ મળી ગાળો દઇ લાકડાના ધોકાથી હાથે-પગે માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવ અંગે પ્ર.નગરના પીએસઆઇ પી. બી. કદાવાલાએ તેની ફરિયાદ નોંધી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ વિજયને અગાઉ તેના મામાના દિકરા અમિત સાથે બોલાચાલી થઇ હોઇ તેના મનદુઃખને કારણે હુમલો કરાયો હતો.

(3:08 pm IST)