Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

યુવાનોને મતદાન કરાવવા માટે રાજકોટની રાની આરજે ઈશીતા કટીબદ્ઘ

ઈલેકશન કમિશ્નર ઓફ ઈન્ડિયા દ્વારા રાજકોટનાં યુથ એમ્બેસડર તરીકે ઈશિતાની નિમણૂંક : આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવાન સાથે આરજે ઈશીતાએ મોર્નીગ નં ૧ શો પર ચર્ચા કરી

રાજકોટ તા. ૨૨, રાજકોટનાં લોકોને હંમેશા માટે બેસ્ટમાં બેસ્ટ મનોરંજન આપતું સુપરહિટ ૯૩.૫ રેડ એફએમનાં ઉત્સાહમાં બેવડો વધારો થયો છે. રાજકોટનાં લોકોનાં દિલો પર રાજ કરતી અને રેડિયોનો બહોળો અનુભવ ધરાવતી આરજે ઈશીતા રાજકોટ રેડ એફએમ પરિવારનો હિસ્સો બની છે. રેડ એફએમનો સુપરહીટ શો મોર્નીગ નં ૧ પર જે પ્રકારે લોકોની સમસ્યાની સાથે મનોરંજન પુરૂ પાડવામાં આવી રહ્યુ તે મોનીંગ નં ૧ શોને વધુ પાવરફુલ બનાવવા માટે આરજે ઈશીતા ધમાકેદાર રાજકોટની રેડિયો ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી મારી દીધી છે. તેમજ એન્ટ્રી મારતાની સાથે ઈલેકશન કમિશ્નર ઓફ ઈન્ડીયા દ્વારા આરજે ઈશીતાને યુથ એમ્બેસેડર તરીકે નિયુકત કરવામાં આવી છે. રાજકોટનાં યુવાનોને મતદાન કરવા માટે જાગૃતી લાવવા માટે આરજે ઈશીતા કટીબધ્ધા સાથે પ્રચાર પસારમાં લાગી ગઈ છે.

 રાજકોટનાં લોકોને દર વખતે નવુ આપવા માટે બંધાયેલ સુપરહીટ ૯૩.૫ રેડ એફએમ લોકોનાં મનોરંજનને એક લેવલ પર લઈ જવા માટે અને જેને રાજકોટનાં લોકોએ રાનીનું બિરુદ આપ્યુ છે. તે આરજે ઈશીતાને મોર્નીગ ને ૧  શો સાથે લઈ આવ્યું છે. રાજકોટથી આરજે તરીકેની શરૂઆત કરનાર ઈશીતાએ પાંચ વર્ષ સુધી રાજકોટમાં કામ કર્યા બાદ દુબઈમાં રેડિયોને પ્રમોશન કરવા સહિતની કામગીરી કરી હતી. ત્યારે બાદ ફરી રેડિયોના માધ્યમથી અમદાવાદનાં લોકોના દિલમાં પોતાના માટે જગ્યા બનાવી હતી. પરંતુ રાજકોટના લોકોનો પ્રેમ આરજે ઈશીતાને ફરી પોતાના હોમટાઉનમાં ખેંચીને લઈ આવ્યો છે. રાજકોટની રાની આરજે ઈશીતા પાવર ફુલ શો મોર્નીગ નં ૧ થી લોકોના દિલ પર ફરી રાજ કરવા માટે તૈયાર થઈ ગઈ છે.

રાજકોટની રાની આરજે ઈશીતા રાજકોટ પરત ફરતાની સાથે ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા રાજકોટ યુથ એમ્બેસેડર તરીકે તેની નિમણુંક કરવામાં આવી છે. જે રાજકોટનાં લોકોનો આરજે ઈશીતા માટેનો પ્રેમ સાબીત કરે છે. ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાએ યુવાનોને મતદાન માટે જાગૃત કરવાની પહેલનાં ભાગરૂપે આરજે ઈશીતાને જવાબદારી સોંપી છે. તેને ઈમાનદારી પૂર્વક નિભાવા માટે આરજે ઈશીતાએ પોતાના શોની શરૂઆતની સાથે જ પ્રથમ વખત લોકસભાની ચુંટણીમાં મતદાન કરવાને છે. તેવા યુવાનોને પોતાનાં શો પર બોલાવ્યા હતા. અને મતદાન કરવા માટે પ્રેરીત કર્યા હતા. તેમજ જે લોકો પાસે મતદાન કાર્ડ છે પરંતુ મતદાન કરતા નથી. તેવા લોકોને મતદાન કરવા માટે જવાબદારી પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને સોપવામાં આવી છે.

 રાજકોટની રાની આરજે ઈશીતા ફુલ એનર્જી સાથે રાજકોટની સમસ્યા, પ્રશ્નોનું હલ લાવવા માટે લાગી ગઈ છે. સવારના તેનાં શોની શરૂઆત થતાની સાથે શ્રોતાઓ ફોન કરવા લાગે છે. આરજે ઈશીતા પોતાની શોની સાથે રાજકોટની લોકોની સવારને શુભ સવારમાં પરિવર્તિત પર કરે છે. આરજે ઈશાતા વિશેની વધુ અપડેટ માટે ઈસ્ટાગ્રામ અને ફેસબુક પરનાં આરજે ઈશીતાનાં પેજને લાઈક  કરવા વિનંતી કરાઇ હતી.

 તસ્વીરમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે આરજે ઇશિતા (મો.૯૯૦૯૦ ૨૦૯૩૫) નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪૦.૨)

 

(3:07 pm IST)